Government Scheme: પોતાની દીકરીઓના ભવિષ્ય માટે આ સરકારી યોજનામાં કરો રોકાણ, 21 વર્ષમાં મળશે 65 લાખ રૂપિયા
Government Scheme, Sukanya Samriddhi Yojana: દરેક માતા-પિતાએ દીકરીના જન્મની સાથે જ તેના ઉજ્જવળ ભવિષ્ય માટે રોકાણનુ પ્લાનિંગ પણ કરવુ જોઇએ. આનાથી પછીથી તેના અભ્યાસ અને લગ્નના સમયે કોઇપણ પ્રકારની તકલીફો ના આવે. સરકાર છોકરીઓના સારા ભવિષ્ય માટે કેટલીય યોજનાઓ ચલાવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમાંની એક ખાસ યોજનાનુ નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana). આ યોજનામાં રોકાણ કરવા પર તમારી દીકરી 21 વર્ષની ઉંમરમાં લખપતિ બની જશે. જો તમે પણ આ સ્કીમમાં રોકાણ કરવા માંગતા હોય તો અમે તમને તેની કેટલીક ખાસ વાતો બતાવીએ છીએ.
સુકન્યા સમૃદ્ધિ યોજના એક લાંબી સમયમર્યાદા વાળી સ્કીમ છે, જેમાં રોકાણ પર તમારી દીકરીના 21 વર્ષ થવા પર બેસ્ટ રિટર્ન મળે છે. તમે 0 થી 10 વર્ષ સુધીની દીકરી માટે આ સ્કીમ અંતર્ગત ખાતુ ખોલાવી શકો છો. દીકરીના 18 વર્ષના થવા પર તમે આ ખાતામાં 50 ટકા સુધી પૈસા તેના અભ્યાસ માટે કાઢી શકો છો, વળી 21 વર્ષની ઉંમરમાં દીકરી ખાતામાંથી બધા પૈસા કાઢી શકે છે.
આ સ્કીમની ખાસ વાત છે કે આ સ્કીમમાં તમારે માત્ર 15 વર્ષ સુધી જ રોકામ કરવાનુ હોય છે, જો તમારી દીકરીનુ એકાઉન્ટ 0 વર્ષથી ખોલાવ્યુ છે તો આ ખાતમાં માત્ર 15 વર્ષ સુધીની ઉંમર સુધી જ રોકાણ કરવુ પડશે. આ પછી જમા પૈસા પર તમને 7.6 ટકાના હિસાબે રિટર્ન મળશે. આ ખાતાને બે દીકરીઓ માટે ખોલાવી શકાય છે. જો તમારે જુડવા દીકરીઓ છે તો પણ તમે આ ખાતને ત્રણ દીકરીઓ માટે ખોલાવી શકો છો.
આ સ્કીમમાં રોકાણ કરવા પર તમારે ઇન્કમ ટેક્સની કલમ 80સી અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર છૂટ મળે છે. તમે મેક્સિમમ આ સ્કીમમાં 1.5 લાખ રૂપિયા વાર્ષિક રીતે રોકાણ કરી શકો છો.
જો તમારી દીકરીની ઉંમર એક વર્ષ છે અને તમે સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) ખાતુ ખોલાવો છો, અને 1.5 લાખ રૂપિયા વાર્ષિક એટલે કે 12,500 મહિને રોકાણ કરીને કુલ 22,50,000 લાખ રૂપિયાનુ થશે. આમાં 7.6 ટકાના હિસાબે કમ્પાઉન્ડ રેટ ઓફ ઇન્ટરેન્સ પર તમારે કુલ વ્યાજની સાથે 65 લાખ રૂપિયા મળશે.