Best Park: વરસાદની સિઝનમાં હરવા-ફરવા માટે બેસ્ટ છે દેશના આ જાણીતા નેશનલ પાર્ક
Best National Park: જો તમે પણ કોઈ સારા નેશનલ પાર્કમાં હરવા ફરવા જવા ઈચ્છો છો, તો તમે ભારતના આ જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનોની મુલાકાત લઈ શકો છો. આ એક પરફેક્ટ લૉકેશન સાબિત થશે. અહીં અમે તમને બેસ્ટ નેશનલ પાર્ક વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે તમને આ ચોમાસાના વરસાદમાં ખાસ ટૂરનો આનંદ આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે પણ ભારતના જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવા જઈ રહ્યા છો, તો મધ્યપ્રદેશનું કાન્હા નેશનલ પાર્ક તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં વાઘની વસ્તી સૌથી વધુ છે.
આ સિવાય ઉત્તરાખંડમાં સ્થિત જિમ કોર્બેટ ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન છે. અહીં અનેક પ્રકારના પ્રાણીઓ જોવા મળશે. આ સ્થળ મુલાકાત લેવા માટે ખૂબ જ સુંદર છે.
જો તમે રાજસ્થાનમાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો તમે ભારતના સૌથી પ્રખ્યાત રણથંભોર નેશનલ પાર્કની મુલાકાત લઈ શકો છો. સફારી ટૂર માટે આ એક સુંદર લોકેશન છે.
પશ્ચિમ બંગાળમાં સ્થિત સુંદરવન વિશ્વનું સૌથી મોટું મેન્ગ્રૉવ જંગલ છે. અહીં તમને ઘણા પ્રકારના વાઘ અને પ્રાણીઓ જોવા મળશે.
મધ્યપ્રદેશમાં આવેલ સતપુરા નેશનલ પાર્ક એક પરફેક્ટ લોકેશન છે. અહીં અનેક પ્રકારના પ્રાણીઓ જોવા મળશે. તમે પરિવાર કે મિત્રો સાથે અહીં આવી શકો છો.
ગુજરાતનું પ્રસિદ્ધ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જંગલી એશિયાટિક સિંહ માટે ખૂબ પ્રખ્યાત માનવામાં આવે છે. અહીં તમને અનેક પ્રકારના પ્રાણીઓ જોવા મળશે.