લગ્ન બાદ પત્ની સાથે સુવર્ણ મંદિરે પહોંચ્યા સીએમ ભગવંત માન, જુઓ તસવીરો
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને પત્ની ગુરપ્રીત કૌર સોમવારે સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીએમ માનના ડોક્ટર ગુરપ્રીત કૌર સાથેના લગ્ન પછી આ તેમની પ્રથમ અમૃતસર મુલાકાત હતી. તેમણે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પત્ની, માતા અને બહેન સાથે સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા હતા.
બે શીખ ગ્રંથિઓએ નવદંપતીને પ્રસાદ આપ્યો. તો બીજી તરફ, માન અને તેમની પત્નીએ 'રૂમાલા સાહિબ' ભેટ કર્યા. આ પ્રસંગે પરિવારના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા.
સીએમ ભગવંત માન પંજાબના પહેલા એવા મુખ્યમંત્રી છે જેમણે આ પદ પર રહીને લગ્ન કર્યા હોય. તેના લગ્ન 7 જુલાઈના રોજ થયા હતા.
સીએમ ભગવંત માનના આ બીજા લગ્ન છે. તે 2015માં તેની પહેલી પત્નીથી અલગ થઈ ગયા હતા. તેમના પ્રથમ લગ્નથી તેમને બે બાળકો છે - પુત્રી સીરત કૌર અને દીકરો દિલશાન.
7 જુલાઈના રોજ, સીએમ ભગવંત માને ચંદીગઢમાં તેમના નિવાસસ્થાને એક ખાનગી સમારંભમાં ડૉ ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા. તેમના આ લગ્નમાં પરિવારના કેટલાક સભ્યો અને કેટલાક નજીકના લોકો જ હાજર રહ્યા હતા.