Photos: નવા સંસદ ભવનની છત પર 6.5 મીટર ઉંચી ભારતના રાજ ચિન્હની પ્રતિમાનું PM મોદીએ અનાવરણ કર્યું, જુઓ ફોટો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સોમવારે નવા સંસદ ભવનની છત પર બનાવવામાં આવેલા રાષ્ટ્રીય અશોક ચિન્હનું અનાવરણ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ રાષ્ટ્રીય પ્રતિકની ઉંચાઈ 6.5 મીટર છે. આ અનાવરણ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવા સંસદ ભવનની છત પર જે રાષ્ટ્રીય પ્રતિકનું અનાવરણ કર્યું છે તે કાંસામાંથી બનેલું છે. 6.5 મીટર ઉંચાઈ ધરાવતા આ રાષ્ટ્રીય પ્રતિકનું કુલ વજન 9,500 કિલો છે.
વા સંસદ ભવનની છતની મધ્યમમાં આ પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિકને ટેકો આપવા માટે લગભગ 6,500 કિલો વજનનું સ્ટીલનું સહાયક માળખું બનાવવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય પ્રતિકના અનાવરણ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી સંસદના નિર્માણ કાર્યમાં જોડાયેલા શ્રમજીવીઓ સાથે પણ વાતચીત કરી હતી.
વાતચીત દરમિયાન પીએમ મોદીએ શ્રમિકોને કહ્યું કે, આ ઈમારતના નિર્માણમાં લાગેલા શ્રમિકો દેશના ગૌરવમાં ઘણું યોગદાન આપી રહ્યા છે.
કરોડોના ખર્ચે હાલ નવું સંસદ ભવન અને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ બની રહ્યો છે. જે અંતર્ગત નવી સંસદ ભવનના બિલ્ડીંગની ઉપર ભારતના રાજચિન્હની પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવ્યુું હતું.