Bhimrao Ambedkar Death Anniversary: પીએમ મોદી, સોનિયા ગાંધીએ બાબા સાહેબ આંબેડકરને આપી પુષ્પાજંલિ, જુઓ તસવીરો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, પીએમ મોદી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ બાબા સાહેબ આંબડેકરની પુણ્યતિથિ પર પુષ્પાજંલિ અર્પણ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડૉ. બાબાસાહેબ આંબેડકર એક અર્થશાસ્ત્રી, રાજકારણી અને સમાજ સુધારક, લેખક, પત્રકાર હતા જેમના વ્યક્તિત્વના વિવિધ પાસાઓ છે.
તેમને 'ભારતના બંધારણના ઘડવૈયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. આંબેડકર અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવનાર પ્રથમ ભારતીય હતા.
ડો.બાબાસાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. બાબાસાહેબના કુલ 13 ભાઈઓ અને બહેનો હતા. તેમના પિતા રામજી માલોજી સકપાલ સુબેદાર હતા.
ડો. બાબાસાહેબ આંબેડકરનું સાચું નામ આંબવાડેકર હતું, પરંતુ તેમના ગુરુઓ અને શિક્ષકોએ પ્રેમથી તેમની અટક બદલીને 'આંબેડકર' કરી દીધી.
15 વર્ષની ઉંમરે ડૉ. બાબાસાહેબ આંબેડકરના લગ્ન નવ વર્ષની રમાબાઈ સાથે થયા હતા. બાબાસાહેબ આંબેડકર તે સમયે મેટ્રિક પાસ કરનાર દલિત સમુદાયમાંથી પ્રથમ વિદ્યાર્થી બન્યા હતા. ઉપરાંત, તેઓ વિદેશમાં અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવનાર પ્રથમ ભારતીય હતા.
ડૉ. બાબાસાહેબ આંબેડકરે 1935-36માં 'વેટિંગ ફોર અ વિઝા' નામની 20 પાનાની આત્મકથા લખી હતી. કોલંબિયા યુનિવર્સિટી દ્વારા પુસ્તકનો પાઠ્યપુસ્તક તરીકે ઉપયોગ કરવામાં આવે છે.