Bihar Political: નીતિશ કુમારની નવી સરકારના આ આઠ મંત્રીઓમાં કોણ છે સૌથી વધુ અમીર?
Bihar Political crisis: JDU ચીફ નીતીશ કુમારે બિહારની રાજધાની પટનામાં રવિવારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, આ દરમિયાન રાજ્યપાલની હાજરીમાં 8 મંત્રીઓએ પણ શપથ લીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મંત્રીમંડળમાં નીતિશ ઉપરાંત જેડીયુના વધુ ત્રણ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ ભાજપના ત્રણ નેતાઓને પણ કેબિનેટમાં રાખવામાં આવ્યા છે, જ્યારે NDAમાં સામેલ 'હમ'ને પણ સ્થાન મળ્યું છે. અપક્ષ નેતા સુમિત કુમાર સિંહને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે
ભાજપ તરફથી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. ડૉ.પ્રેમ કુમારને પણ મંત્રી પદ આપવામાં આવ્યું હતું. જ્યારે વિજય કુમાર ચૌધરી, શ્રવણ કુમાર, JDU તરફથી બિજેન્દ્ર યાદવ, અપક્ષ સુમિત કુમાર સિંહ અને 'હમ' ના સંતોષ કુમાર સુમને શપથ લીધા.
2020ની ચૂંટણીની એફિડેવિટ મુજબ ડૉ.પ્રેમ કુમાર પાસે 1 કરોડ 53 લાખ રૂપિયાથી વધુની સંપત્તિ છે. આ સિવાય તેમની પાસે 24 ગ્રામ સોનું પણ છે જ્યારે તેમની પત્ની પ્રભાવતી દેવી પાસે 60 ગ્રામ સોનું છે. તેમની પાસે ટાટા સફારી કાર પણ છે અને તેની કિંમત 11 લાખ 36 હજાર 373 રૂપિયા હોવાનું કહેવાય છે.
વર્ષ 2020ના એફિડેવિટ મુજબ સમ્રાટ ચૌધરી પાસે કુલ 16 લાખ 83 હજાર 93 રૂપિયા રોકડા છે. આ સિવાય તેમની પાસે 1,32,58,408 રૂપિયાની ખેતીની જમીન છે જ્યારે 5,21,56,744 રૂપિયાની બિનખેતીની જમીન છે.
વિજય સિંહા પાસે 8,93,71,448 રૂપિયાની જમીન અને અન્ય સંપત્તિ છે. સિંહા અને તેમના પરિવારના બેન્ક ખાતામાં 70 લાખ રૂપિયા જમા છે, જ્યારે રોકડ રૂપિયા 1 લાખ છે. કોમર્શિયલ, એગ્રીકલ્ચર અને હાઉસિંગ સહિત તેમની પાસે કુલ 7.15 કરોડની સંપત્તિ છે.
વિજય કુમાર ચૌધરી પાસે 99 લાખ 67 હજાર રૂપિયાની કુલ જંગમ અને સ્થાવર સંપત્તિ છે. જેમાં સ્થાવર મિલકત 67 લાખ રૂપિયા અને જંગમ મિલકત 32 લાખ રૂપિયા છે. જોકે, તેમની પત્ની ગંગા ચૌધરી પાસે વિજય કુમાર ચૌધરી કરતાં વધુ જંગમ અને સ્થાવર સંપત્તિ છે. તેમની પાસે કુલ 1.8 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમણે 2020ના એફિડેવિટમાં આ જાણકારી આપી હતી.
2020ના એફિડેવિટમાં શ્રવણ કુમારે કહ્યું કે તેમની પાસે 67 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે, જ્યારે તેમની સ્થાવર સંપત્તિ કુલ 68 લાખ 83 હજાર રૂપિયા છે. તેમની પાસે 42 લાખ 82 હજાર રૂપિયાની ફોર્ચ્યુનર પણ છે.
બિજેન્દ્ર યાદવે પોતાની કુલ સંપત્તિ 2.71 કરોડ રૂપિયા જાહેર કરી છે, જેમાંથી માત્ર 88 લાખ રૂપિયા જ સ્થાવર મિલકત છે. તેમની પાસે 30 લાખ રૂપિયાની ખેતીની જમીન છે. જ્યારે કોમર્શિયલ બિલ્ડીંગ, રહેણાંક કોમ્પ્લેક્સ અને એપાર્ટમેન્ટ જેની બજાર કિંમત 58 લાખ રૂપિયા આસપાસ છે. આ સિવાય તેમની પાસે 5 ગ્રામ સોનું અને પત્ની પાસે પણ 100 ગ્રામ સોનું છે.
સુમિત કુમાર સિંહ પાસે 2.52 લાખ રૂપિયા રોકડા છે અને તેમની પત્ની પાસે 3.11 લાખ રૂપિયા છે. પતિ-પત્ની પાસે 50 લાખ રૂપિયાના દાગીના છે. તેમની પાસે બેન્કમાં 1.11 કરોડ રૂપિયાની એફડી છે. પત્ની પાસે 73 લાખ રૂપિયાની એફડી પણ છે. તેમણે પોતાના સોગંદનામામાં આ માહિતી આપી હતી.
સંતોષ કુમાર સુમને તેમની કુલ સંપત્તિ રૂ. 3.79 કરોડ જાહેર કરી છે, જેમાંથી રૂ. 3.33 કરોડ સ્થાવર મિલકત છે. તેમણે સોગંદનામામાં જણાવ્યું કે તેમની પાસે ત્રણ વાહનો પણ છે. સંતોષ કુમાર સુમને તેમની કુલ સંપત્તિ 3.79 કરોડ રૂપિયા જાહેર કરી છે, જેમાંથી 3.33 કરોડ રૂપિયા સ્થાવર મિલકત છે. તેણે પોતાના સોગંદનામામાં જણાવ્યું કે તેની પાસે ત્રણ વાહનો પણ છે.