ભારતમાં આવેલું છે એક ગામ જ્યાં પક્ષીઓ જઇને કરી લે છે આત્મહત્યા
આસામમાં એક રહસ્યમય ગામ છે. જેનું નામ જતિંગા છે. આ ગામને રહસ્યમય કહેવાનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ગામમાં માત્ર 2,500 લોકો રહે છે, જો કે તે ખૂબ જ શાંતિપૂર્ણ સ્થળ છે પરંતુ તે એક વિચિત્ર કારણથી જાણીતું છે. વાસ્તવમાં, આ ગામ સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓના આત્મહત્યાના સ્થળ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે.
વાસ્તવમાં જતિંગા આસામના ગુવાહાટીથી લગભગ 330 કિલોમીટર દક્ષિણમાં સ્થિત છે. આ જગ્યા દર વર્ષે સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી ચર્ચામાં રહે છે. તેનું કારણ પક્ષીઓની સામૂહિક આત્મહત્યા છે.
સૌથી નવાઈની વાત એ છે કે જ્યારે પક્ષીઓ આત્મહત્યા કરે છે તે સમય સાંજે 6 થી 9:30 નો છે. આ કાર્યમાં માત્ર સ્થાનિક પક્ષીઓ જ નહીં પરંતુ અહીંના મોટાભાગના યાયાવર પક્ષીઓ પણ હોય છે
અહેવાલો અનુસાર, આત્મહત્યા કરનારા પક્ષીઓમાં લગભગ 40 પ્રજાતિના પક્ષીઓનો સમાવેશ થાય છે. આ જ કારણ છે કે જતિંગાની ભૂમિ સૌથી ડરામણી જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે.
હજુ સુધી પક્ષીઓ દ્વારા સામૂહિક હત્યાનું કારણ જાણી શકાયું નથી. જો કે, કેટલાક લોકોનું કહેવું છે કે આ જગ્યા શાપિત છે અને તેથી જ આવું થાય છે.કેટલાક અન્ય લોકો માને છે કે અતિશય ચુંબકીય ક્ષેત્રને કારણે આવું થાય છે. જો કે હજુ સુધી તેનું ચોક્કસ કારણ કોઈ જાણી શક્યું નથી.