UP: ગોલા ગોકર્ણનાથમાં ભાજપની જીતની ઉજવણી, બુલડોઝર પર સવાર કાર્યકર્તાઓએ લગાવ્યા નારા
ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લાની ગોલા ગોકર્ણનાથ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર અમન ગિરીનો 34 હજારથી વધુ મતોથી વિજય થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમન ગિરીએ ઉત્તર પ્રદેશના લખીમપુરમાં ગોલા ગોકર્ણનાથ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં જીત મેળવી હતી. તેમની જીત બાદ આ વિસ્તારમાં બુલડોઝરમાં બેસીને ભાજપના કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી.
ભાજપના ઉમેદવાર અમન ગિરીએ સમાજવાદી પાર્ટીના નેતા વિનય તિવારીને મોટા અંતરથી હરાવ્યા હતા. જે બાદ લોકો આ અનોખા અંદાજમાં રસ્તાઓ પર દેખાયા હતા. જો કે, વહીવટીતંત્રે સ્પષ્ટપણે કોઈપણ પ્રકારના વિજય સરઘસ પર પ્રતિબંધ મૂક્યો હતો.
અમન ગિરીની જીત બાદ નીકળેલી આ રેલીમાં લોકો બુલડોઝર પર બેસી નારા લગાવી રહ્યા છે.
ગિરીએ તેમના નજીકના હરીફ સમાજવાદી પાર્ટી (SP)ના વિનય તિવારીને લગભગ 34,298 મતોથી હરાવ્યા. ગિરીને કુલ 1,24,810 મત મળ્યા. જ્યારે તિવારીને 90,512 વોટ મળ્યા હતા.
પેટાચૂંટણીમાં જીત મેળવ્યા બાદ અમન ગિરીએ કહ્યું કે તેઓ તેમના પિતાના સપનાને સાકાર કરશે અને વિસ્તારનો વિકાસ સુનિશ્ચિત કરશે. તેમણે ગોલા ગોકર્ણનાથને 'છોટી કાશી' તરીકે વિકસાવવાની જાહેરાત કરવા બદલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આભાર માન્યો હતો.
આ પેટાચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી (BSP) અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા ન હતા. તેથી મુખ્ય મુકાબલો ભાજપના ઉમેદવાર અમન ગિરી અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર વિનય તિવારી વચ્ચે હોવાનું માનવામાં આવતું હતું.