Black Fungus: મોંથી પણ ફેલાઇ શકે છે બ્લેક ફંગસ, આ સાવધાની રાખવી જરૂરી
દેશમાં એક બાજુ લાાંબા સમય બાદ હવે કોવિડના કેસ ઘટી રહ્યાં છે. જો કે દેશમાં હવે બ્લેક ફંગસની બિમારી મ્યુકોરમાઇકોસિસે હાહાકાર મચાવ્યો છે. એક્સપર્ટના મત મુજબ જો તેનો શરૂઆતના સ્ટેજમાં જ યોગ્ય ઇલાજ કરવામાં આવે તો તેનાથી રિકવરી શક્ય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્સપર્ટના મત મુજબ બ્લેક ફંગસ દરેક જગ્યાંએ હોઇ શકે છે. જમીન, સડેલું ખાવાનુ, વાતાવરણ, એર કન્ડિશનરના ડિપ પેનમાં સહિતની અનેક જગ્યાએ બ્લેક ફંગસ હોઇ શકે છે. દૂષિત હવા અથવા તેમાં રહેલો કણાન સંપર્કમાં આવવાથી વ્યક્તિ સંક્રમિત થઇ શકે છે. સ્કિન પર ઘા લાગવાથી પણ બ્લેક ફંગસ ઇન્ફેકશન થઇ શકે છે.
બ્લેક ફંગસના લક્ષણોમાં મુખ્ય લક્ષણ જીવનો રંગ બદલી જવો, પેઢામાં સોજો, આંખની આસપાસ દુખાવો અને સોજો, આંખ લાલ થવી. ખાંસી, તાવ, નાકમાંથી લોહી નીકળવું છે. જાણીએ બ્લેક ફંગસને રોકવા શું કરી શકાય.
એક્સપર્ટના મત મુજબ કોવિડથી સાજા થયા બાદ સ્ટીરોોઇડ અને અન્ય દવાઓનું સેવન મોંમાં બેક્ટરિયા અને ફંગસની ક્ષમતાને વધારે છે. આ ઇન્ફેકશન સાયનસ, ફેફસાં અને મગજ સંબઘિત સમસ્યા પણ સર્જી શકે છે. રોકવા માટે દિવસમાં બેથી ત્રણ વખત બ્રશ કરો. ઉપરાંત કોગળા, એન્ટી ફંગલ માઉથ સ્પ્રેનો ઉપયોગ કરીને મોંની સ્વચ્છતા પર ધ્યાન આપીને ફંગલ ઇન્ફેકશનને રોકી શકાય છે.
એક્સપર્ટના મત મુજબ કોરોનાથી ઠીક થયા બાદ દર્દીએ તેમનું બ્રશ અને ટંગ ક્લિનર પરિવારના અન્ય સભ્યોથીી દૂર રાખવું જોઇએ, કોવિડથી સાજા થયા બાદ ટૂથબ્રશ બદલી દેવી જોઇએ. ટંગ ક્લિનર અને ટૂથ બ્રશને એન્ટીસેપ્ટિક માઉથ વોશથી સાફ કરવાની સલાહ અપાઇ છે. રિકવરી બાદ પણ તેના એક પણ લક્ષણને ઇગ્નોર ન કરો. તરત જ ડોક્ટરની સલાહ લો