કોરોના ન થયો હોય તેવી વ્યક્તિને બ્લેક ફંગસ થઇ શકે છે? જાણો નિષ્ણાતોનો શું મત છે
બ્લેક ફંગસ એવા લોકોમમાં વધુ ફેલાઇ રહ્યો છે. જેમની ઇમ્યુનિટી નબળી હોય. ડાયાબિટીશ, આર્થાટાઇટિસ, હાર્ટ સબંધિત બીમારી હોય. એવા લોકોમાં પણ બ્લેક ફંગસ થવાની શક્યતા છે કેને જેને કોઇ બીમારી માટે સ્ટીરોઇડ આપવામાં આવી હોય
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્સપર્ટનો મત છે કે, બ્લેક ફંગસ એવા લોકોને પણ થઇ શકે છે. જેમની રોગપ્રતિકારક શક્તિ વધુ હોય, ઉપરાંત પહેલાથી કોઇ ગંભીર બીમારીથી પિડીત હોય. આ બીમારીનું સૌથી વધુ જોખમ ડાયાબિટીશના દર્દીઓને વધુ રહે છે. જેનું બ્લડ શુગર લેવલ અનકન્ટ્રોલ રહેતું હોય
બ્લેક ફંગસના મામલે વાત કરતા એમ્સના ડોક્ટર નિખિલ ટંડને કહ્યું કે, સ્વસ્થ લોકોએ બ્લેક ફંગસ મુદ્દે ચિંતા કરવાની જરૂર નથી આ બીમારી માત્ર એવા લોકોને જ તેની ઝપેટમાં લે છે,. જે પહેલાથી કોઇ ગંભીર બીમારીથી પિડીત હોય અને જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય.
દેશમાં બ્લેક ફંગસના અત્યાર સુધી 9 હજાર કેસ નોઘાયા છે. કેટલાક રાજ્યોમાં તો બ્લેક ફંગસને મહામારી જાહેર કરી દેવાઇ છે.વ્હાઇટ અને બ્લેકની જેમ યેલો ફંગસ એક ઘાતક બીમારી છે કારણ કે તે આંતરિક રીતે થાય છે. તેના લક્ષણોમાં સુસ્તી, ભુખ ઓછી લાગવી અથવા બિલકુલ ભુખ ન લાગવી અને વજન ઘટી જવું. જેમ જેમ તે આગળ વધે છે, તેમ તેમ તે ઘાતક થતું જાય છે. ઘામાંથી પરું નીકળવું અને ઘા ધીમે ધીમે રૂજ આવે.