શું વેક્સિન લેનાર માતાના દૂધમાં બને છે એન્ટીબોડી? જાણો 21 મહિલા પર થયેલા રિસર્ચમાં શું થયો ખુલાસો
કોવિડ-19 સામે રક્ષણ મેળવવા વેક્સિન લેનાર માતાના દૂધમાં બીમારી સામે લડનાર એન્ટીબોડી હોય છે. આ ખુલાસો ફ્લોરિડા યુનિવર્સિટીના નવા રિસર્ચમાં થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિસર્ચનું તારણ છે કે, વેક્સિનેશનથી કોવિડના બીમારીનું કારણ બનનાર કોરોના વાયરસની વિરૂદ્ધ માના દૂધમાં એન્ટીબોડીનું લેવલ સ્પષ્ટ વઘે છે. જેનાથી એ લાભ થાય છે કે વેકિસનેટ માતા તેના દૂધ દ્રારા બાળકના ઇમ્યુનિટિ લેવલને પણ વધારી શકે છે.
વેક્સિનેશન બાદ માના દૂધમાં એન્ટીબોડી બને છે કે નહીં તે વિષય પર કામ થયું હતું. બાળક જ્યારે પેદા થાય છે ત્યારે હજું તેની ઇમ્યૂન સિસ્ટમ વિકસિત થઇ રહી હોય છે. જેના કારણે તેમની સંક્રમણ સામે લડાઇ મુશ્કેલ થઇ જાય છે.
આ સ્થિતિમાં જો માતાના દૂધમાં જ એન્ટીબોડી બને જાય અને તે દૂધ બાળક પીવે તો તે સરળતાથી ઇમ્યૂન થઇ જાય છે. શોધકર્તા મુજબ વેક્સિનેટ માતાના દૂધનો હિસ્સો બની જતાં એ ટૂલની જેમ છે. જે કોવિડ-19ની રોકથામની ક્ષમતા રાખે છે.
રિસર્ચથી મજબૂત સંકેત મળે છે કે, ફિડીગ કરાવતી વેક્સિનેટ માતા પોતાની જાત અને બાળકને એમ બંનેને કોરોના વાયરસથી સુરક્ષા આપવામાં સક્ષમ બની જાય છે.
આ રિસર્ચ ડિસેમ્બર 2020થી માર્ચની વચ્ચે કરવામાં આવ્યું હતું. જ્યારે મોર્ડના અને ફાઇઝર પહેલી વખત હેલ્થ વર્કર ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ રિસર્ચ હેલ્થી બ્રેસ્ટ ફિડિંગ કરાવતી 21 મહિલાઓ પર કરવામાં આવ્યું હતું. જે કોરોનાથી સંક્રમિત ન હતી.