General Knowledge:શું દિવાળી પર ફટાકડા ફોડતા સમયે બળેલી નોટ પણ બદલી શકાય છે? જાણો શું છે નિયમ
આવી સ્થિતિમાં જો દિવાળી પર કોઈ નોટ બળી જાય અથવા ઘરમાં સફાઈ દરમિયાન ગંદી નોટો મળી આવે તો ગભરાવાની જરૂર નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સ્થિતિમાં, તમે કોઈપણ બેંક અથવા RBI ઓફિસમાં ફાટેલી અને બળી ગયેલી નોટો બદલી શકો છો. પરંતુ તેના માટે પણ આરબીઆઈની કેટલીક શરતો છે જેનું પાલન કરવું જરૂરી છે. 10 રૂપિયાથી વધુની કોઈપણ બળી ગયેલી નોટ બદલી શકાશે. બેંક એક સમયે 20 થી વધુ નોટ બદલી શકતી નથી.
નોટોની કુલ કિંમત 5000 રૂપિયા અથવા તેનાથી ઓછી હોવી જોઈએ, જો તે આનાથી વધુ હોય તો બેંક તમારી પાસેથી નોટો બદલવા માટે ચાર્જ લઈ શકે છે. જો બેંક નોટ બદલવાનો ઇનકાર કરે છે, તો તમે તેની ફરિયાદ RBIને કરી શકો છો.
જો 50 ટકાથી વધુ નોટ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોય અને નોટ ઘણી જગ્યાએ ફાટી ગઈ હોય તો બેંક નોટ બદલવાની ના પાડી શકે છે. જો નોટ ખરાબ રીતે બળી ગઈ હોય તો પણ તે બદલાશે નહીં.
જો નોટ ભીની થવાને કારણે ખરાબ થઈ ગઈ હોય અને તેનો નંબર અને ગાંધીજીનો ફોટો ડેમેજ થઈ જાય તો આ સ્થિતિમાં પણ તમારી નોટ બદલાશે નહીં.