બ્લેક ફંગસથી બચાવ માટે ખૂબ જ જરૂરી છે ઓરલ હાઇજીન, આ ટિપ્સનો ઉપયોગ કરીને મોંને રાખો સ્વચ્છ
કોરોનાની બીજી લહેરમાં બ્લેક ફંગસ ઇન્ફેકશનના કેસ વધી રહ્યાં છે. કેટલાક રાજ્યોમાં આ બીમારીના કારણે મોત પણ થઇ રહ્યાં છે. મ્યુકોરમાઇકોસિસથી બચવા માટે મોંને સ્વચ્છ રાખવું પણ જરૂરી છે. બ્લેક ફંગસ ઇ્ન્ફેકશન આંખ, દાંત, નાક દ્રારા મગજ સુધી ફેલાઇ શકે છે. જે સ્થિતિ દર્દી માટે જીવલેણ સાબિત થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્લેક ફંગલ ઇન્ફેકશનમાં ઓરલ ટીશ્યૂ, જીભ, પેઢાંના ડિસ્કલરેશન સામેલ છે. આ સ્થિતિમાં શુગર કન્ટ્રોલની સાથે ઓરલ હાઇજીન પણ જરૂરી છે. ઓરલ હાઇજીન માટે દિવસમાં 2 વખત બ્રશ કરવું જરૂરી છે. આ રીતે આપ કેટલીક હદ સુધી જાતને બ્લેક ફંગસથી બચાવી શકો છો.
કોવિડ-19થી રિકવર થયા બાદ આપે ઓરલ હેલ્થનું પણ ખાસ ધ્યાન રાખવું જોઇએ. સંક્રમણને રોકવા માટે નિયમિત રીતે ઓરલ રિન્સિંગ કરવું જોઇએ. માટે માર્કેટમાં મોજૂદ કોઇ પણ ઓરલ રિંસરનો ઉપયોગ કરી શકો છો. કોવિડનો ટેસ્ટ નેગેટિવ આવ્યાં બાદ ટૂથ બ્રશ નવું યુઝ કરવું
ટૂથ બ્રશ અને ટંગ ક્લિનર કિટાણુ રહિત હોવા જોઇએ.કોવિના પેશન્ટે ટૂથ બ્રશ અને ટંગ ક્લિનર સાફ રાખવા જોઇએ. તેમજ નેટેગિટ રિપોર્ટ આવ્યાં બાદ બદલી દેવા જોઇએ. ટૂથબ્રશ અને માઉથ ક્લિનર અન્ય સદસ્યો સાથે બ્રશના સ્ટેન્ડમાં રાખતા અલગ -અલગ રાખવા જોઇએ