Helicopter Crash: લાંસ નાયક બોગલા સાઈ તેજાના થયા અંતિમ સંસ્કાર, જાણો બિપિન રાવતને શેમાં કરતા હતા મદદ
સીડીએસ જનરલ બિપિન રાવત સાથે બુધવારે તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લાંસ નાયક બોગલા સાઈ તેજાના અંતિમ સંસ્કાર આજે આંધ્રપ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના તેમના મૂળ ગામ અગુવા રેગડામાં પૂર્ણ લશ્કરી સન્માન સાથે થયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેજાના મૃતદેહને આર્મી ટ્રકમાં રોડ માર્ગે તેના ગામ લાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ લાંસ નાયક સાઈ તેજાના પરિવારને રૂ. 50 લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.
સાઈ તેજા દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના પર્સનલ સેફ્ટી ઓફિસર હતા. તે પેરા સ્પેશિયલ ફોર્સનો ભાગ હતો. તેજા જૂન 2013માં ભારતીય સેનામાં જોડાયા હતા. તેમણે અરુણાચલ પ્રદેશમાં LAC પર ખૂબ જ ઊંચાઈવાળા વિસ્તારમાં સેવા આપી હતી.
લાંસ નાયક તેજા મણિપુર અને નાગાલેન્ડમાં બળવાખોરી વિરોધી કામગીરીમાં પણ સામેલ હતા. તેઓ મિશ્ર માર્શલ આર્ટ, નિઃશસ્ત્ર લડાઇ, સંદેશાવ્યવહાર અને ઇલેક્ટ્રોનિક યુદ્ધમાં નિષ્ણાત હતા. (તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ)