Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
છઠ પૂજાની શરૂઆત નહાય ખાય સાથે થાય છે, આ વર્ષે નહાય ખાય 5 નવેમ્બર 2024ના રોજ છે. આ પછી 6 નવેમ્બરે ખરના, 7 નવેમ્બરના રોજ અસ્ત થતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવશે અને 8 નવેમ્બરે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછઠ પૂજાના દિવસે નદીમાં તાંબાનો સિક્કો વહેવડાવો. એવું માનવામાં આવે છે કે આનાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે, સૂર્ય કુંડળીમાં બળવાન બને છે અને વ્યક્તિને માન સન્માન મળે છે.
છઠ પૂજાના દિવસે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યા પછી સૂર્ય ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તેનાથી બાળકને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે. બાળક માટે રાખવામાં આવેલા આ વ્રતની અસરને કારણે તેને તેના જીવનમાં કોઈપણ પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી.
છઠ પૂજાના દિવસે લાલ કપડામાં બાંધીને ઘઉં અને થોડો ગોળ દાન કરવાથી પણ બાળકના જીવનમાં ખુશીઓ આવે છે અને તેના જીવનમાં વિકાસની શરૂઆત થાય છે.
છઠ પૂજાના દિવસે, સ્નાન કર્યા પછી, બાળકોના સુખ અને સમૃદ્ધિ માટે, સૂર્ય ભગવાનના 12 નામ - રવિ, દિનકર, દિવાકર, રશ્મિમતે, પ્રભાકર, સવિતા, ભુવનેશ્વર, સૂર્ય, ભાનુ, આદિદેવ અને સપ્તરથી બોલતા અર્ધ્ય આપો.
છઠ પૂજાનો મંત્ર - ઓમ હ્રીં હ્રીં સૂર્યાય સહસ્રકિરણાય મનોવંછિત ફલં દેહિ દેહિ સ્વાહા.