Health Tips: નારિયેલ પાણી પીધાં બાદ મલાઇ ફેંકી દો છો? જાણી લો તેના અદભૂત ફાયદા
નારિયેળ પાણી ઇમ્યુનિટીની સાથે સુપર ડાયટિંગ ડ્રિન્ક પણ છે. તેના કારણે જ તે હંમેશા ડ઼િમાન્ડમાં રહે છે. ગરમી, ઠંડી દરેક સિઝનમાં પી શકાય છે. જો કે નારિયેળ પાણીથી પણ વધુ હેલ્ધી અને ફાયદાકારક તેની મલાઇ છે. જેને કોકોનટ મીટ કહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાયટિંગ કરતા લોકો નારિયેળ પાણી પીધા બાદ તેની મલાઇને ખાધા નથી. કારણ કે મલાઇમાં વસા ભરપૂર માત્રમાં હોય છે. જો કે કોકોનટ મલાાઇના અનેક ફાયદા છે. મલાઇમાં મોજૂદ પાવર પેક ફેટ આપને લાંબા સમય સુધી સંતૃષ્ટ રાખે છે.
નારિયેળની મલાઇમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જે આપણા પાચનતંત્રને ઠીક રાખવામાં મદદ કરે છે. ઉપરાંત મલાઇ ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમમાં પણ ખૂબ જ ફાયદાકારક છે. ઉપરાત નારિયાળની મલાઇ ખાવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. જેના સેવનથી શરીરમાં તરત ઊર્જાનો સંચાર થાય છે.
કોકોનટ મીટ એટલે કે મલાઇ ગૂડ કોલેસ્ટ્રોલને વધારે છે. જેથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થઇ જાય છે. વધતી ઉંમરનો પ્રભાવ ઓછો કરવા માટે નારિયેળ પાણીનું સેવન રોજ કરી શકાય.તેની મલાઇ ખાવાથી સ્કિન ગ્લોઇંગ બને છે. કિડની હેલ્ધી રહે છે. દાંતની મજબૂતાઇ વધે છે.
હાઇબ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં નારિયેળ પાણીની સાથે મલાઇ પણ કારગર છે.તેમાં મોજૂદ વિટામિન સી, પોટેશ્યિમ,મેગ્નેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે.