Health Tips:વધુ નારિયેળ પાણી પીવાથી થાય છે નુકસાન, જાણો ક્યારે અને કેટલું પાણી પીવું જોઇએ
કોરોનાના દર્દીઓથી માંડીને સામાન્ય બીમારીમાં પણ પણ લોકો નારિયેળ પાણીનું વધુ સેવન કરતા જોવા મળે છે. નારિયેળ પાણીના અનેક ફાયદા છે. તે વિટામીન અને મિનરલ્સથી ભરપૂર છે. તેમાં કેલોરી અને ફેટ પણ ઓછું હોય છે. નારિયેળ પાણીમાં ઇલેક્ટોલાઇટ હોય છે. જે પાણીની કમીને પુરી કરે છે.. જો કે તેનું વધુ સેવન નુકસાન કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનારિયેળ પાણીનું વધુ સેવન કરવાાથી પેટ સંબંધિત સમસ્યા થઇ શકે છે. લૂઝ મોશન પણ થઇ શકે છે. અન્ય પરેશાનીનો સામનો પણ કરવો પડે છે. એક્સરસાઇઝ બાદ નારિયેળ પાણીના બદલે સાદુ પાણી પીવું હિતાવહ છે કારણે કે નારિયેળ પાણીમાં સોડિયમની માત્રા વધુ નથી હોતી. હોય છે.
જે લોકોની શરદીની તાસીર હોય તેને વધુ નારિયેળ પાણી ન પીવું જોઇએ. નારિયેળ પાણી ઠંડુ હોવાથી તેનાથી શરદી કફની સમસ્યા થઇ શકે છે. જેને કિડની સંબંધિત સમસ્યા હોય તેને પણ નારિયેળ પાણી માટે ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
નારિયેળ પાણી રક્તચાપને ઓછું કરે છે. આ સ્થિતિમાં હાઇબ્લડ પ્રેશરની દવા લેવા લોકોએ ડ઼ોક્ટરની સલાહ મુજબ જ નારિયેળ પાણી પીવું જોઇએ. તેની વધુ માત્રા નુકસાનકારક સાબિત થાય છે.
જેને પેટમાં સૂજનની સમસ્યા હોય તેને નારિયળે પાણી ન પીવું જોઇએ. જો આપ કોઇ સર્જરી કરાવી હોય તો નારિયેળ પાણી ડોક્ટરની સલાહ બાદ પીવું જોઇએ. કારણે કારણ કેર નારિયેળ પાણી પીધાના તરત જ બાદ બ્લડ પ્રેશર કટ્રોલ કરવું મુશ્કેલ બની જાય છે.
નારિયેળ પાણી ગમે ત્યારે પી શકાય છે જો કે ખાવી પેટ સવારે પીવાથી સુસ્તી દૂર થાય છે અને શરીરને ભરપૂર માત્રામાં ઉર્જામાં મળે છે.ઉપરાંત જમ્યા પહેલા અને બાદ પણ નારિયેળ પાણી પી શકાય છે. જો જમ્યા બાદ નારિયેળ પીશો તો પાચન સારૂ થાય છે અને પહેલા પીવાથી ભૂખ સંતોષાય છે અને ઓવર ઇટિંગથી બચી શકાય છે. તેથી વજનને પણ નિયંત્રિત કરી શકાય છે.