Cold Wave: ઉત્તર ભારતના આ રાજ્યોમાં આગામી પાંચ દિવસ કડકડતી ઠંડી પડશે, IMDએ એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગ (IMD) એ ઉત્તર ભારતીય રાજ્યોમાં આગામી પાંચ દિવસ માટે ઠંડા અને ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તર રેલવેએ પણ માહિતી આપી હતી કે ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી જતી 14 ટ્રેનો મોડી ચાલી રહી છે. તે જ સમયે, ઠંડી સાથે દક્ષિણના રાજ્યોમાં વરસાદની સંભાવના છે.
ગાત્રો થીજવી દે એવી ઠંડી પડી રહી છે. ઠંડીથી બચવા લોકો અગ્નિનો આશરો લેતા જોવા મળી રહ્યા છે.
ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી પણ ઘણી ઘટી ગઈ છે. લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે તાપમાનમાં હજુ વધુ ઘટાડો થવાની શક્યતા છે.
આ શિયાળાનો સૌથી ઓછો તાપમાન ક્રિસમસના દિવસે દિલ્હીમાં નોંધાયો હતો. દિલ્હીનું લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને મહત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
ઉત્તર ભારતમાં આગામી ત્રણ દિવસ સુધી કોલ્ડ વેવનું એલર્ટ યથાવત છે. ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં શરૂ થયેલી કડકડતી ઠંડી જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.
દેશના અન્ય રાજ્યો હિમાચલ પ્રદેશ, બિહાર, ઓડિશા, આસામ અને ત્રિપુરામાં સવારે ગાઢ ધુમ્મસ છવાયું છે. IMD એ ઘણા રાજ્યોમાં કોલ્ડ વેવ અને ઠંડા દિવસોની ચેતવણી આપી છે.