Condoms: આ દેશમાં વેચાય છે સૌથી વધુ કૉન્ડમ, જાણો શું છે ભારતની સ્થિતિ ?
Condoms Sale News: કૉન્ડમના ઉપયોગને લઈને દુનિયાભરમાં કેટલાય કાર્યક્રમો ચાલી રહ્યા છે. સરકારો તેને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. આ બધાની વચ્ચે આજે અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ કે, કયા દેશોમાં કૉન્ડમનો સૌથી વધુ ઉપયોગ થઇ રહ્યો છે, જાણો ક્યાં વેચાય છે સૌથી વધુ....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકયો દેશ કૉન્ડમનો સૌથી વધુ ઉપયોગ કરે છે? તે કહેવું મુશ્કેલ છે. જો કે, સ્ટેટિસ્ટાના એક સર્વે અનુસાર, બ્રાઝિલ 2021માં કૉન્ડમના ઉપયોગમાં સૌથી આગળ છે. ત્યાં કુલ વસ્તીના 65% લોકો કૉન્ડમનો ઉપયોગ કરે છે.
આ પછી દક્ષિણ આફ્રિકા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા જેવા દેશોના નામ સામેલ છે. આ યાદી તે દેશમાં રહેલી મોટાભાગની વસ્તી દ્વારા ઉપયોગમાં લેવાતા કૉન્ડમના આધારે નક્કી કરવામાં આવી છે.
જો આંકડાકીય રીતે જોઈએ તો ચીનમાં સૌથી વધુ વસ્તી કૉન્ડમનો ઉપયોગ કરે છે. કારણ કે વિશ્વની બીજી સૌથી મોટી વસ્તી ત્યાં રહે છે.
યૂરોમૉનિટરના જણાવ્યા અનુસાર, 2020માં ચીનમાં લગભગ 2.3 બિલિયન યૂનિટ કૉન્ડમનું વેચાણ થયું હતું. વધુમાં યુએસએ એ કૉન્ડમ માટેના સૌથી મોટા બજારોમાંનું એક છે, જ્યાં દર વર્ષે આશરે 400 મિલિયન યૂનિટનું વેચાણ થાય છે. વળી, જાપાનમાં પણ 2020 માં કૉન્ડમનું વેચાણ 425 મિલિયન યૂનિટ પર પહોંચી ગયું છે.
ભારતમાં કૉન્ડમનો ઉપયોગ કરતા લોકોની ટકાવારી ભલે ઓછી હોય, પરંતુ વસ્તીના કારણે ભારતમાં પણ કૉન્ડમનું બજાર મોટું છે. એસી નીલ્સનના જણાવ્યા અનુસાર, 2020માં ભારતમાં કૉન્ડમનું બજાર લગભગ $180 મિલિયનનું હતું. તેનાથી સાબિત થાય છે કે ભારતમાં પણ કૉન્ડમનું વેચાણ વધ્યું છે.