દુનિયાના આ દેશોમાં WhatsApp પર લાગ્યો છે પ્રતિબંધ, યૂઝ કરવા પર થઇ શકે છે સજા
WhatsApp Banned: આજકાલ દુનિયાભરમાં વૉટ્સએપ એ સૌથી વધુ વપરાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ બની ગઇ છે. પરંતુ એવું નથી કેટલાય દેશોમાં વૉટ્સએપ બેન પણ છે. દુનિયાના કેટલાય દેશોમાં આ જાણીતી ચેટિંગ એપ વૉટ્સએપના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. આ દેશોમાં લોકો અન્ય જુદીજુદી એપનો ઉપયોગ કરે છે. આ દેશોમાં યૂઝ પર સજા પણ થઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદુનિયાની આવી એપ્સની યાદીમાં વૉટ્સએપ પણ સામેલ છે, જેનો દુનિયાભરના મોટાભાગના લોકો ઉપયોગ કરે છે.
ભારતમાં સૌથી વધુ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે, લગભગ 500 મિલિયન એટલે કે 50 કરોડ લોકો આ એપનો ઉપયોગ કરે છે.
દુનિયામાં કેટલાય એવા દેશ છે જ્યાં વૉટ્સએપ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અહીં તેના ઉપયોગથી આકરી સજા પણ થઈ શકે છે.
ચીને તેની સેન્સરશીપ નીતિ હેઠળ વૉટ્સએપના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. અહીં લોકો તેને VPN અને ડાર્ક વેબનો ઉપયોગ કરીને ચલાવે છે.
ઈરાને મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ પર યહૂદીઓનું સમર્થન કરવાનો આરોપ લગાવતા વૉટ્સએપના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
ઉત્તર કોરિયામાં પણ વૉટ્સએપ પર પ્રતિબંધ છે. અહીં ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે પણ પરવાનગી લેવી જરૂરી છે. આ ઉપરાંત સીરિયા અને તુર્કી જેવા દેશોએ પણ વૉટ્સએપ પર પ્રતિબંધ લગાવી દીધો છે.