કોંગ્રેસના દિગ્ગજ નેતાની પુત્રીના લગ્નમાં ભાજપના સીએમ સહિત કોણે-કોણે આપી હાજરી? વેલેન્ટાઇ ડેના અવસરે પરિણય સૂત્રમાં બંધાયા
લગ્નના અવસરે ગોલ્ડન તારના વર્કવાળી રેડ અને વ્હાઇટ સાડી પહેરી હતી. તો અમર્ત્યે સફેદ શેરવાની પહેરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ડી.કે. શિવકુમારીની પુત્રી એશ્વર્યા વેલેન્ટાઇન ડેના અવસરે, ભાજપના વરિષ્ઠ નેતા એસ. એમ. કૃષ્ણાના પૌત્ર અમર્ત્ય હેગડે સાથે પરિણય સૂત્રમાં બંધાઇ. આ અવસરે ભાજપના કેટલાક નેતા પણ હાજર રહ્યાં હતા.
અમર્ત્યસેના પિતાએ સૌથી મોટી કોફી ચેઇનની નીંવ રાખી હતી. ઓગસ્ટ 2019માં અમર્ત્યના પિતા વીજી સિદ્ધાર્થે આપઘાત કરી લીધો હતો. તેમનો મૃતદેહ મંગલુરૂ નેત્રાવતી નદીની પાસે મળ્યો હતો. દેવું વઘી ગયું હોવાથી આપઘાત કર્યો હોવાનું કારણ સામે આવ્યું છે. 1996માં વીજે સિદ્ધાર્થે બેંગલુરૂમાં સીસીડી નામે કેફેની શરૂઆત કરી હતી. આજે 1700 મોટા કૈફે સાથે તે દેશની સૌથી મોટી સીસીડી ચેઇન બની ગઇ છે. દેશના 247 દેશમાં તેના કૈફે છે.
નવવિવાહિત દંપતીનું રિસ્પેશન 17 ફેબ્રુઆરી બેંગાલુરૂમાં યોજાશે. ગત વર્ષે તપાસ દરિમયાન મની લોન્ડ્રિંગ મામલે એશ્વર્યાની પણ પૂછપરછ કરવામાં આવી છે. નોંધનિય છે કે ડી.કે શિવકુમારે તેમની દીકરીના નામે કરોડોનું રોકાણ કર્યું હતું ચૂંટણી સમયે તેમણે સોંગદનામામાં પુત્રીના નામે 108 કરોડની સંપત્તિ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
. કૃષ્ણા યૂપીએ-2 સરકારમાં વિદેશ મંત્રી હતા. તેમજ 1999 થી 2004 સુધી રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે. તે સમયે તેઓ કોંગ્રેસમાં હતા.
આ અવસરે રાજકિય ક્ષેત્ર સહિત કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હસ્તીઓ પણ ઉપસ્થિતિ રહી હતી.બંનેને સગાઇ 19 નવેમ્બરે શહેરની બહાર હોટેલમાં થઇ હતી.
એશ્વર્યાના લગ્ન બેંગ્લોર એક હોટલમાં યોજાયા હતા. આ અવસરે રાજ્યના મુખ્યમંત્રી બી.એસ યેદિરપ્પા, પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધાર્થ રમૈયા, એચ.ડી કુમાર સ્વામી સહિતના ભાજપના દિગ્ગજ નેતા ઉપસ્થિતિ રહ્યાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -