In Pics: રાહુલ ગાંધીએ આનંદ વિહાર રેલવે સ્ટેશન પર ઉઠાવ્યો મુસાફરનો સામાન, કુલીના કપડામાં જોવા મળ્યા
કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છેલ્લા કેટલાક મહિનામાં સામાન્ય લોકોની વચ્ચે જઈને લોકોને ચોંકાવી દીધા છે. આવી સ્થિતિમાં ફરી એક વખત કોંગ્રેસના નેતાએ આનંદ વિહાર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને કુલીઓ સાથે વાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. અહીં કોંગ્રેસના નેતાએ કુલીઓ સાથે વાત કરી અને તેમની ચિંતાઓ અને સમસ્યાઓ જાણી હતી.
અગાઉ કેટલાક કુલીઓએ તેમની સમસ્યાઓને સમજાવવા અને તેમના કામ કરવા માટે રાહુલ ગાંધીને મળવાની વિનંતી કરી હતી.
છેલ્લા કેટલાક મહિનામાં રાહુલ ગાંધીએ સામાન્ય લોકોની વચ્ચે જઈને લોકોને ચોંકાવી દીધા છે. અગાઉ રાહુલ ગાંધીએ ભોજન લેવા માટે બંગાળી માર્કેટ, જામા મસ્જિદ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ યુપીએસસી ઉમેદવારો સાથે વાતચીત કરવા મુખર્જી નગર વિસ્તારની મુલાકાત લીધી હતી.
રાહુલ ગાંધીએ ડાંગરની રોપણી સીઝન દરમિયાન ખેતરમાં ગયા હતા. હરિયાણાના સોનીપતમાં ખેડૂતો સાથે વાતચીત કરી હતી. આ સાથે તેમણે દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં બાઇક મિકેનિકની દુકાનોની મુલાકાત લીધી.
થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ પણ અલગથી સોનીપતના ખેડૂતો અને શાકભાજી વેચનાર રામેશ્વરને તેમના નિવાસસ્થાને ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. તાજેતરમાં તેમણે લોકો સાથે વાતચીત કરવા માટે લદ્દાખ, લેહ અને કારગિલ પ્રદેશની મોટરસાઇકલ ટ્રીપ પણ લીધી હતી.