Rahul Gandhi: કૂલી બાદ મિસ્ત્રી કામ કરતા જોવા મળ્યા રાહુલ ગાંધી, એશિયાના સૌથી મોટા ફર્નિચર માર્કેટમાં પહોંચ્યા કોંગ્રેસ નેતા
Rahul Gandhi in Delhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં લોકોની વચ્ચે જઈને તેમની સાથે વાત કરી રહ્યા છે. ક્યારેક તે કુલી તરીકે સામાન ઉપાડતા જોવા મળે છે તો ક્યારેક મિકેનિક તરીકે તે બાઇક રિપેર કરતા જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દિવસોમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની અલગ જ સ્ટાઈલ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ દિલ્હીના જુદા જુદા ભાગોની મુલાકાત લઈ રહ્યા છે.
ગુરુવારે (28 સપ્ટેમ્બર) તે દિલ્હીના ફર્નિચર માર્કેટમાં મિસ્ત્રી સાથે મુલાકાત કરી હતી.
રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને લખ્યું, દિલ્હીના કીર્તિનગરમાં એશિયાના સૌથી મોટા ફર્નિચર માર્કેટમાં ગયા અને સુથાર ભાઈઓને મળ્યા.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લખ્યું કે, એક મહેનતુ હોવા ઉપરાંત, તે એક અદ્ભુત કારીગર પણ છે, મજબુતી અને સુંદરતા કોતરવામાં નિષ્ણાત! અમે ઘણી વાતો કરી, તેમની પ્રતિભા વિશે થોડું જાણ્યું અને થોડું શીખવાનો પ્રયાસ કર્યો.
કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાહુલ ગાંધીની તસવીરો શેર કરી છે, જેમાં તેઓ સુથાર તરીકે કામ કરતા જોવા મળે છે.
આ તસવીરોમાં રાહુલ ગાંધી અલગ-અલગ મશીનનો ઉપયોગ કરતા જોઈ શકાય છે.
કોંગ્રેસ નેતાનું આવું રૂપ ઘણી વખત જોવા મળ્યું છે. આ પહેલા કોંગ્રેસના સાંસદ દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં તેણે કુલીના કપડાં પહેરીને સામાન પણ ઉચક્યો હતો.
રાહુલ ગાંધીની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો તેમના પર અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે.