કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ થઇ રહ્યું છે સંક્રમણ, આ કારણ આવ્યું સામે
દુનિયાભરમાં હાલ કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના પગલે દેશમાં ફરી સ્કૂલ-કોલેજ ઓફિસો ખુલ્લી રહ્યાં છે. કોરોના સંક્રમણ ઘટવા પાછળ વેક્સિનનો બહુ મોટો ફાળો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મુજબ વેક્સિનેટ લોકોમાં હજુ પણ બેકથ્રૂ ઇન્ફેકશનનું જોખમ છે. આંકડા મુજબ 500માંથી એક વ્યક્તિને વેક્સિનેશન બાદ પણ બેક થ્રૂ ઇન્ફેકશનનું જોખમ રહે છે. તેની પાછળ અનેક કારણો જવાબદાર છે.
હેલ્થ એકસ્પર્ટના મત મુજબ વેક્સિનેટ લોકો પણ કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે પરંતુ રાહતની વાત એ છે કે, વેક્સિનેટ લોકોમાં મોટાભાગે હળવા લક્ષણો જોવા મળે છે. વેક્સિનેશન બાદ પણ ઇન્ફેકશન થવાના અનેક કારણો છે.
સ્વાસ્થ્ય નિષ્ણાત મુજબ બદલતા કોવિડના વેરિયન્ટ જ્યારે રોગપ્રતિકારક શક્તિને પણ માત આપવા સક્ષમ હોય છે આ સ્થિતિમાં વેક્સિનેટ લોકોમાં પણ કોવિડનું સંક્રમણનું જોખમ રહે છે.
વેક્સિનેશન બાદ થતાં સંક્રમણમાં વેક્સિનેશનનો સમય પણ જવાબદાર છે. આઠ મહિના બાદ વેક્સિનેશનથી બનેલી એન્ટીબોડીનું સ્તર શરીરમાં ખતમ થવા લાગે છે. આ સ્થિતિમાં વેક્સિનેશન બાદ વિતેલા લાંબા સમયને પણ સંક્રમણ માટે જવાબદાર મનાય છે.
કોરોનાના ડેલ્ટા, મ્યૂ અને લેમ્બડા જેવા વેરિયન્ટને સ્વાસ્થ્ય વિશેષજ્ઞો ખૂબ જ ખતરનાક અને સંક્રામક માને છે. કોરોનાના નવા વેરિયન્ટને જોતા વેક્સિન નિર્માતા વેક્સિનના અપગ્રેડ વર્જનને તૈયાર કરવાની દિશામાં કામ કરી રહ્યાં છે.