Corona second wave: તાવ ન હોય તો કેવી રીતે ઓળખશો કોરોના છે કે નહી? આ છે અન્ય મોટા સંકેત
કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. એક્સપર્ટ માને છે કે, કોરોના વાયરસના શરૂઆત લક્ષણો જાણીને દર્દીની જિંદગી બચાવી શકાય છે. શરૂઆતમાં કોવિડ-19માં તાવની ફરિયાદ રહે છે. જો કે કેટલાક કેસમાં તાવ ન હોય તેવા કેસ પણ પોઝિટિવ જોવા મળી રહ્યાં છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાના નવા સ્ટ્રેનમાં શરૂઆતમાં આંખમાં લાલશ. આંખમાં પાણી આવવું અને સોજો આવી જવા જેવી સમસ્યા જોવા મળે છે.
સતત ઉધરસ આવવી કોરોના સંક્રમણનું જ એક મુખ્ય લક્ષણ છે. જો કે ઘણી વખત સામાન્ય ફ્લૂ અને શરદીમાં પણ ઉધરસ આવે છે, આ સમયે ડોક્ટરની સલાહ લઇને ઇલાજ કરવો હિતાવહ છે
શ્વાસ લેવાં તકલીફ પણ કોરોનાનું મુખ્ય લક્ષણ છે. ન્યુ સ્ટ્રેનમાં દર્દીમાં આ સમસ્યા વધુ જોવા મળી રહી છે.
છાતીમાં દુખાવો થવો, છાતીમાં બળતરા થવી વગેરે લક્ષણો પણ કોરોના વાયરસ સંક્રમણનો સંકેત આપે છે. જો આ લક્ષણ દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.
કોવિડ-19 અને કોલ્ડ ફ્લૂ બંનેમાં ગળામાં ખરાશ જોવા મળે છે પરંતુ જો ગળમાં ખરાશ સાથે તાવ આવે, સાંધામાં દુધાવો થાય તો આ કોવિડ-29ના લક્ષણો હોઇ શકે છે.
પેટમાં ગરબડ થવી. ડાયરિયા થવા અથવા પેટમાં દુખાવો પણ કોરોના વાયરસના સંક્રમણના સંકેત છે.
કોવિડ-19 અને સામાન્ય શરદી તાવના લક્ષણો લગભગ સમાન છે. જો આમાંનો થોડા લક્ષણો પણ હોય અને સાથે થકાવટ અને નબળાઇ લાગતી હોય તો તે કોવિડ-19ના સંક્રમણનો સંકેત આપે છે.