ગંગા નદીમાં લાશોના ઢગલા, અંતિમ સંસ્કારના પૈસા ના હોવાથી કયા રાજ્યોના લોકો ગંગામાં પધરાવી રહ્યાં છે મૃતદેહો, જુઓ તસવીરો
નવી દિલ્હીઃ કોરોનાના કારણે સમગ્ર દેશમાં હાલત કફોડી બની ગઇ છે. કેટલાય રાજ્યોમાં દર્દીઓની સાથે સાથે દૈનિક મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને ક્યાંક સ્મશાન નથી મળી રહ્યું તો ક્યાંક લાકડાનો ખર્ચ નથી પોસાતો. (સમગ્ર તસવીરો સોશ્યલ મીડિયા પરથી)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવામાં લોકો હવે ગંગા નદીના સહારે થયા છે. રિપોર્ટ છે કે ઉત્તરપ્રદેશ અને બિહારના કેટલાક મૃતદેહો ગંગા નદીમાંથી મળી આવ્યા છે, આ મૃતદેહોનો આંકડો લગભગ 40થી પણ વધુ છે.(સમગ્ર તસવીરો સોશ્યલ મીડિયા પરથી)
રિપોર્ટ છે કે, આ મૃતદેહો કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના છે. ગંગા નદીમાંથી મૃતદેહો મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં આવી ઘટનાઓ સામે આવી હતી. ત્યારબાદ બિહારના બક્સરમાં પણ અનેક મૃતદેહો મળ્યા હતા. (સમગ્ર તસવીરો સોશ્યલ મીડિયા પરથી)
હવે બક્સર બાદ યુપી-બિહારની બોર્ડરના ગહમર ગામ પાસે ગંગા નદીમાં અનેક ડઝન મૃતદેહ મળતા હડકંપ મચી ગયો છે. ગંગા નદીમાં આ રીતે મૃતદેહો મળતા લોકોને રોગનો ચેપ લાગવાનો મોટો ખતરો છે અને લોકો ડરી પણ રહ્યાં છે. (સમગ્ર તસવીરો સોશ્યલ મીડિયા પરથી)
નદીમાં એકસાથે આટલા બધા મૃતદેહો ધ્યાનમાં આવતા ગામલોકોએ જિલ્લા વહીવટી તંત્રણને જાણ કરીને માંગ કરી હતી કે કે આ મૃતદેહોનો અહીંથી જલ્દીથી નિકાલ કરવામા આવે. આ ઘટના પૂર્વ ઉત્તર પ્રદેશના ગાજીપુરના ગહમર વિસ્તારની છે. જ્યાં બિહાર તરફ વહેતી ગંગામાં અનેક મૃતદેહો કિનારા પર મળ્યા છે. (સમગ્ર તસવીરો સોશ્યલ મીડિયા પરથી)
એકાએક આટલા બધા મૃતદેહો મળી આવતા આ વિસ્તારમાં દૂર્ગંધ અને રોગચાળો ફેલાવવાનુ જોખમ વધી ગયુ છે.
ખાસ વાત છે કે, ગાજીપુરથી બિહાર તરફ વહેતી ગંગા નદી ગહમર ગામમાં થઇને પસાર થાય છે. ત્યાંથી આગળ બિહારનું ચૌચા ક્ષેત્ર શરૂ થાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આજકાલ કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક વધી ગયો છે. (સમગ્ર તસવીરો સોશ્યલ મીડિયા પરથી)
લોકોનુ માનવુ છે કે, હિન્દુ ધર્મ પ્રમાણે બે રીતે મૃતદેહોની અંતિમ વિધિ થાય છે. એક અગ્નિ સંસ્કાર કરીને અને બીજુ તેને નદીમાં પ્રવાહિત કરીને. આ કારણે જેની પૈસા અંતિમ સંસ્કાર કરવાના પૈસા નથી અને પોષાય તેવુ નથી એવા લોકો મૃતદેહોને નદીમાં પધરાવી રહ્યાં છે. (સમગ્ર તસવીરો સોશ્યલ મીડિયા પરથી)
હાલની સ્થિતિ પ્રમાણે, લાકડાની અછત અને સ્માશનમાં પણ વેઇટિંગ હોવાથી લોકોએ આ માર્ગ અપનાવ્યો છે. એટલુ જ નહીં અત્યારે ગંગા નદીમાં જુદી જુદા સ્થાન પર અડધા બળેલા મૃતદેહ પણ મળી આવ્યા છે. (સમગ્ર તસવીરો સોશ્યલ મીડિયા પરથી)