કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા સેનાએ કઇ-કઇ જગ્યાએ રાતોરાત ઉભી કરી દીધી COVID-19 Hospitals, જાણો વિગતે
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે, દર્દીઓની સંખ્યા અને મોતનો આંકડો સતત ઉંચકાઇ રહ્યો છે. ત્યારે દર્દીઓને બચાવવા માટે હવે ભારતીય સેના મેદાનમાં આવી છે. ઇન્ડિયન આર્મીએ દેશભરમાં ઠેર ઠેર કૉવિડ હૉસ્પીટલો ઉભી કરવાનુ કામ શરૂ કરી દીધુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય સેનાની પશ્ચિમી કમાને સોમવારે ત્રણ નવી હૉસ્પીટલો બનાવીને દેશને સમર્પિત કરી દીધી છે. આમાં કોરોનાના દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહેશે.
પહેલી હૉસ્પીટલ ચંડીગઢમાં ખોલવામાં આવી છે, જે સોમવારે જ ઓપરેશન્લ થઇ ગઇ છે. બીજી 100 બેડની હૉસ્પીટલ મંગળવારે દિલ્હી નજીક ફરીદાબાદમાં ખુલવાની છે.
આ ઉપરાંત એક પંજાબના પટિયાલામાં પણ હૉસ્પીટલ બનીને તૈયાર થઇ ગઇ છે. આ ત્રણેય હૉસ્પીટલોમાં કોરોના ગ્રસ્ત દર્દીઓનો ઇલાજ કરવામાં આવશે.
માઇલ્ડ સિમ્પટમ વાળા દર્દીઓનો ઇલાજ કરવામાં આવશે..... ભારતીય સેનાની ચંડીમંદિર (ચંદીગઢની નજીક) સ્થિત પશ્ચિમી કમાન અનુસાર, આ ત્રણેય હૉસ્પીટલો સ્થાનિક તંત્રની સાથે મળીને યુદ્ધ સ્તર પર તૈયાર કરવામાં આવી છે. આ ત્રણેય હૉસ્પીટલમાં માઇલ્ડ સિમ્પટમ વાળા દર્દીઓનો ઇલાજ કરવામાં આવશે. ચંદીગઢ, પટિયાલા અને ફરિદાબાદની ત્રણેય હૉસ્પીટલોમાં સેનાના ડૉક્ટરો અને પેરા મેડિકલ સ્ટાફ તૈનાત કરવામાં આવશે.
આ ઉપરાંત આ ત્રણેય હૉસ્પીટલ આઇસીએમઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગાઇડલાઇન અનુસાર તૈયાર કરવામાં આવી છે. ત્રણેય જ હૉસ્પીટલોમાં લેબ, એક્સરે અને ફાર્મસીની સુવિધા હશે.
સેના આનુસાર, આ ત્રણેય હૉસ્પીટલોમાં દેશના તમામ નાગરિકો પોતાનો ઇલાજ કરાવી શકશે. પરંતુ વૉક-ઇન એડમિશન નહીં મળે.