શું કોવિડ-19ની મહામારીમાં આપ હાલ ગરમીમાં હળદરનું સેવન વધુ કરી રહ્યાં છો? તો નુકસાન જાણી લો
ગરમીમાં હળદરનું વધુ સેવન કરવાથી પેટમાં બળતરા સૂજનની સમસ્યા થઇ શકે છે. હળદર અનેક ગુણોથી ભરપૂર છે પરંતુ તેનું વધુ માત્રામાં સેવન નુકસાન કરે છે. પેટમાં જલન એસિડીટી, સોજાની સમસ્યાનો સામનો કરવો પડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહળદરમાં બ્લડને પાતળું કરવાનો પણ ગુણ છે. હળદરમાં કરક્યૂમિન નામનું તત્વ હોય છે. જે લોહીને પાતળું કરે છે. પરિયડ સમયે તેનું સેવન કરવાથી વધુ બ્લીડિગ થઇ શકે છે. ગરમીની સિઝનમાં તેના વધુ સેવન ટાળવું જોઇએ.
વધુ ગરમ પદાર્થનું સેવન ગર્ભવતી મહિલા અને બાળકો માટે નુકસાનકારક છે.હળદરની પ્રકૃતિ ગરમ છે. જેથી ગર્ભવતી મહિલા જો તેનું સેવન કરે તો બ્લિડીગ થઇ શકે છે અને મિસકેરેજનની જોખમ રહે છે.
ગરમીમાં વધુ હળદરનું સેવન કરવાથી પથરી થઇ શકે છે. હળદરમાં ઓક્સલેટ નામનું તત્વ હોય છે. જે કેલ્શિયમને શરીરમાં સારી રીતે મિકસ થવા નથી દેતું. આ કારણે હળદરનું વધુ સેવન કરવાથી પથરી થવાનું પણ જોખમ રહે છે.
ગરમીમાં વધુ હળદર ખાવાથી ડાયરિયાની સમસ્યા પણ થઇ શકે છે. તેમાં રહેલા કરક્યૂમિન તત્વના કારણે પાચનસંબંધિત સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. કેટલાક લોકોને ગરમીમાં હળદરના સેવનથી ઉલ્ટી, ઝાડાની સમસ્યા થાય છે. ગરમીમાં હળદરનું સેવન સમજી વિચારીને અને સીમિત માત્રામાં જ કરવું જોઇએ.