જો આપ અસ્વસ્થ મહેસૂસ કરી રહ્યાં હો તો શું કરવું જોઇએ, જાણો યુનિસેફના દર્શાવેલ ઉપાય
કોવિડ-19 અને ફૂલના લક્ષણોમાં બહુ સામાન્ય છે. એટલા માટે બંને વચ્ચે તફાવત કરવો મુશ્કેલ થઇ જાય છે. કોવિડ-19ના સૌથી સામાન્ય લક્ષણોમાં તાવ, સૂકી ઉધરસ અને થાક અનુભવાય છે. કટેલાક દર્દીઓના ગળાામાં ખરાશ, ડાયરિયા, માંસપેશીમાં દર્દ પણ થઇ શકે છે. આ લક્ષણો સામાન્ય રીતે હળવા હોય છે અને ઘરમાં સામાન્ય ઉપાયથી દૂર કરી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅસ્વસ્થ થવાનાં કેટલાક લક્ષણો જેવા કે, ગળામાં ખરાશ, ઉધરસ, હળવો તાવ, દેખાય તો તરત ઘરમાં જ આઇસોલેટ થઇ જવું અને કોરોનાના રિપોર્ટની તપાસ કરાવવી. સામાન્ય લક્ષણોમાં ઘર પર રહીને જ ઇલાજ થઇ શકે છે. ઘર પર રહીને જ ડોક્ટરના સંપર્કમાં રહીને ઇલાજ કરાવી શકાય છે
ઘર પર રહીને જ ઇલાજ કરવા માટે સતત ડોક્ટરના સંપર્કમાં રહેવું અને ડોક્ટરે દર્શાવેલા દિશા નિર્દેશોનું પાલન કરવું. જો ઓક્સિજન લેવલ 94થી ડાઉન જાય તો ડોક્ટરની સલાહ લેવી અને હોસ્પિટલમાં દાખલ થઇ જવું હિતાવહ છે. પલ્સ ઓક્સિમીટરની મદદથી આપના ઓક્સિજન સેચુરેશન પર નજર રાખો. ઘર પર રહીને કોરોનાનો ઇલાજ કરાવતા વ્યક્તિએ દર 6 કલાકે ઓક્સિજન લેવલ માપવું જોઇએ.
ઓક્જિનની જેમ દર 6 કલાકે થર્મોમીટરથી શરીરનું તાપમના માપતા રહેવું જોઇએ. જો તાપમાન 101 ડિગ્રી ફોરેન હાઇટ (38 ડિગ્રી સેલ્સિયસ)થી વધુ ત્રણ દિવસ સુધી રહે તો ચિકિત્સિય ઇલાજની જરૂર રહે છે.
શ્વાસ લેવાામં તકલીફ, હોઠ કે ચહેરાનું પીળું પડી જવું, ભ્રમની સ્થિતિનો અનુભવ થવો, છાતીમાં સતત દુખાવો થવો, બોલવામાં પરેશાની થવી, બોલવાામાં તકલીફ થવી કે, ઊંઘની સ્થિતિ બની રહેવી જેવા લક્ષણો ઇમરજન્સીની સ્થિતિના સંકેત આપે છે.