Corona: ઇંજેકશનની જગ્યાએ ટેબલેટ અને ઇન્હેલરથી વેક્સિન આપવાની તૈયારી, શું ગેઇમ ચેન્જર સાબિત થશે
કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે હાલ ઇંજેકશન દ્રારા વેક્સિન આપવામાં આવી રહી છે. જો કે ભવિષ્યમાં આ વેક્સિન ટેબલેટ કે ઇનહેલરના રૂપે મળી શકે છે. સ્વીડનના સૌથી મોટા સાયન્સ પાર્કે ઇન્જેમો એન્ડરસનાના નેતૃત્વમાં તેના પર કામ કરવાનું શરૂ થઇ ગયું છે. આ સાયન્સ પાર્ક પ્લાસ્ટિકનું એક એવું ઇન્હેલર બનાવી રહી છે. જેની સાઇઝ માચિસના બોક્સ જેટલી હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅન્ડરસનની ટીમને એવી આશા છે કે. આ નાનકડું ઇન્હેલર ગેમ ચેન્જર સાબિત થશે અને કોરોના સામેની જંગ લડવામાં મજબૂત હથિયાર બનશે. આ વેક્સિનનું એક પાવડર ફર્મ હશે. જેને ઘરે પણ લઇ જઇ શકાશે.
ફર્મના સીઇએ જોહન વોબોર્ગે કહ્યું કે, આ ખૂબ જ સરળતાથી યુઝ કરી શકાશે. જેના માટે આપે માત્ર તેના પર લાગેલ પ્લાસ્ટિક કવર હટાવવાનું રહેશે અને તે એક્ટિવ થઇ જશે. ત્યારબાદ તેને મોંથી લગાવીને શ્વાસ લો, તે મોં નાક અને ફેફસા સુધી અસર પહોંચાડશે.
આ વેક્સિનનને 40 ડિગ્રી તાપમાન પર રાખી શકાશે જ્યારે ડબ્લ્યુએચઓ દ્રારા અપ્રૂવ કરેલ લિકવિડ વેક્સિનને સ્ટોર કરવા માટે ખૂબ મહેતન કરવી પડે છે. તેને ફ્રિઝ સુધી પહોંચાડતા પહેલા કાચની કોઇ મજબૂત જારમાં 70 ડિગ્રી સેલ્શિયસના તાપમાનમાં રાખવી પડે છે. જો આ રીતે તેને સ્ટોર કરવામાં ન આવે તો તેની અસરકારતા ઓછી થઇ જાય છે.
ISRના ફાઉન્ડર અને કોરોલિંકા ઇન્સ્ટીટ્યૂટમાં ઇમ્યૂનોલોજીના પ્રોફેસર ઓલા વિકિસ્ટ કહે છે કે, કોલ્ડ ચેનની મદદ લીધા વિના જ વેક્સિનનું સરળ ડ્રિસ્ટ્રીબ્યુશન એક મોટું ગેઇમ ચેન્જર સાબિત થશે. એક બીજો પ્લસ પોઇન્ટ એ પણ છે કે, આ વેક્સિન માટે કોઇ હેલ્થ વર્કરની મદદ લેવાની જરૂર નથી સરળથાથી લઇ શકાય છે.