Delhi Weather Update: દિલ્હીમાં ત્રણ દિવસ વરસશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
નવી દિલ્હી: દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી ભેજવાળુ વાતાવરણ છે. આજે રવિવારે પણ આકરી ગરમી યથાવત રહેશે. મોડી સાંજ સુધી કેટલાક સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગે સોમવારથી બુધવાર ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીમાં સોમવારથી લઈને બુધવાર સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
જેના કારણે ત્રણ દિવસ સુધી હળવો વરસાદ પડી શકે છે. ત્યારે ભેજવાળી ગરમીમાંથી રાહત મળવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જો વરસાદ પડે તો તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. જેથી ભેજવાળી ગરમીથી રાહત મળશે.
રવિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
દિલ્હીમાં હવાની ગુણવત્તા મધ્યમ શ્રેણીમાં છે. રવિવારે સવારે દિલ્હીનો એર ઈન્ડેક્સ 105 હતો. આ કારણે હવાની ગુણવત્તા મધ્યમ શ્રેણીમાં છે. વરસાદના કારણે એર ઈન્ડેક્સમાં સુધારાની શક્યતા છે. જેના કારણે હવાની ગુણવત્તા સંતોષકારક શ્રેણી સુધી પહોંચી શકે છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)