Delhi Farmers Protest:ખેડૂતોના 'દિલ્હી ચલો' માર્ચ અગાઉ સમગ્ર દિલ્હીમાં હલચલ, ટ્રાફિક પોલીસે જાહેર કરી એડવાઇઝરી

દિલ્હી ટ્રાફિક પોલીસે 13 ફેબ્રુઆરીએ ખેડૂતોની પ્રસ્તાવિત માર્ચ (વિરોધ પ્રદર્શન) પહેલા રવિવારે (11 ફેબ્રુઆરી) ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આ ટ્રાફિક એડવાઈઝરીમાં દિલ્હી ટ્રાફિક પોલીસે મુસાફરોને રાષ્ટ્રીય રાજધાનીની ત્રણ સરહદો પર વાહનોની અવરજવર પરના પ્રતિબંધો વિશે ચેતવણી આપી છે.

સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને મોટાભાગે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબના ખેડૂત સંગઠનોએ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની ખાતરી આપવા માટે કાયદો બનાવવા સહિતની તેમની માંગણીઓ સ્વીકારવા માટે કેન્દ્ર પર દબાણ લાવવા 13મી ફેબ્રુઆરીએ પદયાત્રા કાઢવાની તૈયારી કરી છે
ટ્રાફિક એડવાઈઝરી અનુસાર, સોમવારથી કોમર્શિયલ વાહનો માટે ટ્રાફિક પ્રતિબંધ લાદવામાં આવશે. એડવાઈઝરીમાં જણાવ્યા અનુસાર, સોમવારથી કોમર્શિયલ વાહનો માટે સિંઘુ બોર્ડર પર અને મંગળવારથી તમામ પ્રકારના વાહનો માટે ટ્રાફિક પ્રતિબંધ/ડાઇવર્ઝન લાગુ કરવામાં આવશે.
ટ્રાફિક એડવાઈઝરી અનુસાર, NH-44 થઈને સોનીપત, પાણીપત, કરનાલ વગેરે તરફ જતી આંતરરાજ્ય બસો ISBTથી મજનુ કા ટીલા, સિગ્નેચર બ્રિજથી ખજુરી ચોક, લોની બોર્ડરથી KMP થઈને ખેકડા તરફ જશે.
ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરાયેલ એડવાઈઝરીમાં ઘણા વૈકલ્પિક માર્ગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનો ઉપયોગ આગામી કેટલાક દિવસો સુધી વિવિધ કેટેગરીના વાહનો દ્વારા કરી શકાશે. કેટલાક વિસ્તારોમાં બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે.
એટલું જ નહીં, રાષ્ટ્રીય રાજધાનીમાં ઘણી જગ્યાએ કોંક્રિટ બેરિયર્સ, રસ્તા પર ખીલા અને કાંટાળા તાર લગાવવામાં આવ્યા છે. તેમજ હજારો પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.