Delhi Railway Station: વર્લ્ડ ક્લાસ અવતારમાં જોવા મળશે નવી દિલ્હી રેલવે સ્ટેશન, તસવીરોમાં જુઓ નવા મોડલની ઝલક
નવી દિલ્હી રેલવે સ્ટેશનની તસવીર ટૂંક સમયમાં બદલાવા જઈ રહી છે. રેલવે મંત્રાલયે નવા મોડલની તસવીરો શેર કરી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેના ટ્વિટર હેન્ડલ પર નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના મોડેલની તસવીરો શેર કરતા રેલ્વે મંત્રાલયે લખ્યું, નવા યુગની શરૂઆત, નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે પ્રસ્તાવિત ડિઝાઇન.
માનવામાં આવી રહ્યું છે કે રેલવે સ્ટેશનની નવી ડિઝાઇન સાથે મુસાફરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પણ આપવામાં આવશે. જો કે, તે સુવિધાઓ શું હશે, તે હજુ સુધી જાણી શકાયું નથી.
આ ડિઝાઈનના નિર્માણ બાદ દિલ્હી રેલવે સ્ટેશન ભારતનું સૌથી મોટું અને આધુનિક સ્ટેશન બની જશે.
નવી દિલ્હી રેલવે સ્ટેશનની આ ડિઝાઇન પર કામ વર્ષના અંતથી શરૂ થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મોડલનું કામ રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને સોંપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટને PPPAC તરફથી ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે.
રેલવે સ્ટેશન પર મલ્ટિલેવલ પાર્કિંગની સુવિધા હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાર્કિંગ સંપૂર્ણપણે ઓટોમેટિક હશે.
રેલવે મંત્રાલયે ભાવનગર રેલવે સ્ટેશનની જૂની અને નવી તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતાં રેલ મંત્રાલયે લખ્યું, 'નવું ભારત, નવા રેલવે સ્ટેશન.'