Rapid Rail: 60 મિનિટમાં દિલ્હીથી મેરઠ પહોંચાડનારી રેપિડ રેલનો અંદરથી કેવો હતો લૂક? જુઓ તસવીરો
Delhi-Meerut Rapid Rail: દિલ્હી-મેરઠ રેપિડ રેલ દેખાવમાં મેટ્રો જેવી લાગે છે પરંતુ સ્પીડ મામલે તેની સ્પીડ મેટ્રો કરતા બમણી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશની પ્રથમ રેપિડ રેલ ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં શરૂ થવા જઈ રહી છે. PM મોદી 20 ઓક્ટોબરે તેનું ઉદ્ઘાટન કરી શકે છે.
આ ટ્રેનને RapidX નામ આપવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં તેને સાહિબાબાદ અને દુહાઈ વચ્ચે દોડાવવામાં આવશે જેના કારણે સુરક્ષાને લઈને વિશેષ નિર્દેશ જાહેર કરવામા આવ્યા છે
NCRTC અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ટ્રેન મેટ્રો ટ્રેન જેવી લાગે છે પરંતુ તેના કોચ લગેજ કેરિયર છે. આ સાથે તે મિની સ્ક્રીન જેવા ફીચર્સથી સજ્જ છે.
NCRTC દ્વારા શેર કરાયેલા દસ્તાવેજ અનુસાર, RRTS મેટ્રો રેલથી અલગ છે. મેટ્રોની સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાક છે જ્યારે તેની સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાક છે.
દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોર એ ભારતમાં અમલમાં મુકાયેલો પ્રથમ RRTS પ્રોજેક્ટ છે, ત્યારબાદ દિલ્હી-ગુરુગ્રામ-SNB-અલવર અને દિલ્હી-પાનીપત કોરિડોરનો સમાવેશ થાય છે.
તે જાણીતું છે કે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરનું નિર્માણ 2019 માં શરૂ થયું હતું.
સાહિબાબાદ અને દુહાઈ ડેપો વચ્ચે દોડતી પ્રથમ રેપિડએક્સ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. આ રીતે દેશમાં પ્રથમ પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. અહીં લોકોને સંબોધિત કરતા પીએમે કહ્યું કે,’ મેં મારું બાળપણ રેલવે પ્લેટફોર્મ પર વિતાવ્યું છે