Photos: હનુમાન જયંતિ પર દિલ્હીમાં હિંસા, આખી રાજધાનીમાં એલર્ટ
દિલ્હીઃ દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર શોભાયાત્રામાં લોકો પર પથ્થરમારો અને આગચંપી કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજહાંગીરપુરી હિંસા મામલામાં સ્થિતિ અંડર કંન્ટ્રોલ હોવાની વાત કહેવામાં આવી રહી છે. સુરક્ષા માટે વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
જહાંગીરપુરી હિંસાને લઇને આખી દિલ્હીમા એલર્ટ જાહેર કરાયુ છે. સંવેદનશીલ સ્થળો પર પોલીસ ફોર્સ વધારવામાં આવી છે.
સૂત્રોના મતે હિંસા મામલામાં દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ અને ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે. હિંસાની તપાસ માટે 10 ટીમો બનાવવામાં આવી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીના જહાંગીર પુરીમાં શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના ખૂબ નિંદનીય છે. જે પણ દોષિત હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ.
ભાજપ સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે હનુમાન જન્મોત્સવ પર જહાંગીરપુરીમાં થયેલી પથ્થરમારાની ઘટના એક મોટા કાવતરા હેઠળ કરવામાં આવી છે. જેની તપાસ થવી જોઇએ અને દોષિતોને કડક સજા થવી જોઇએ.
દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું કે તોફાનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. સાથે જ નાગરિકોને અપીલ કરી હતી કે તે સોશિયલ મીડિયા પર અફવાઓ અને ફેક ન્યૂઝ પર ધ્યાન ના આપે.
જહાંગીરપુરી હિંસા કેસમાં વિશેષ પોલીસ કમિશનર( કાયદો અને વ્યવસ્થા) દીપેન્દ્ર પાઠકે કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે. અમે તમામને શાંતિ જાળવવા અપીલ કરીને શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં થયેલા તોફાનને લઈને દિલ્હી પોલીસ કમિશનર અને વિશેષ પોલીસ કમિશનર સાથે ફોન પર વાત કરી છે. અમિત શાહે બંને અધિકારીઓને સ્પષ્ટ કહ્યું કે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે.