Delhi Weather Update: થીજવી નાંખશે જાન્યુઆરી, 1.9 ડિગ્રી નોંધાયું તાપમાન, તસવીરો જુઓ ઠંડીમાં ઠુંઠવાતુ દિલ્હી
દિલ્હીમાં કડકડતી ઠંડીનો કહેર યથાવત છે. આ સિઝનમાં સૌથી વધુ ધુમ્મસ આજે (9 જાન્યુઆરી) રાજધાનીમાં નોંધાયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હીમાં આજે ગાઢ ધુમ્મસના કારણે લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીમાં તીવ્ર ઠંડીના મોજાને કારણે, રવિવારના રોજ લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું
IMD અનુસાર, દિલ્હી સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં 10 જાન્યુઆરીથી ગાઢ ધુમ્મસ અને શીત લહેરનો પ્રકોપ ઓછો થશે.
કોલ્ડ વેવને ધ્યાનમાં રાખીને, દિલ્હીની તમામ શાળાઓને 15 જાન્યુઆરી, 2023 સુધી બંધ રાખવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં આગામી 24 કલાક માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આજે સવારે 5.30 વાગ્યે ભટિંડામાં 0 મીટર, અમૃતસરમાં 25 મીટર અને અંબાલામાં 25-25 મીટર, હિસારમાં 50 મીટર, દિલ્હી (સફદરજંગ)માં 25 મીટર, દિલ્હી (પાલમ)માં 50 મીટર; ઉત્તર પ્રદેશના આગ્રા-0 મીટર, લખનૌ (અમૌસી)-0 મીટર, વારાણસી (બાબતપુર)-25 મીટર, બરેલી-50 મીટરમાં વિઝિબિલિટી નોંધાઈ હતી.
મંગળવારે (10 જાન્યુઆરી) દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. ઉપરાંત, ધુમ્મસ રહેવાની ધારણા છે.
દિલ્હીમાં સવારે છુવાયું ધુ્મ્મસનું સામ્રાજ્ય