Delhi Rain: ભારે વરસાદના કારણે દિલ્હી પાણી-પાણી, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા લોકો, જુઓ તસવીરો
Delhi Rain: દિલ્હીમાં સવારથી સતત વરસાદ પડી રહ્યો છે. આ વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ ટ્રાફિક જામના કારણે કામકાજ પર જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હીમાં સવારે વરસાદને કારણે અનેક મુસાફરોને અગવડતા પડી હતી. લોકોને ઓફિસ અથવા તો ઘરે પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે ઓફિસે જતા અને અન્ય કામ માટે ઘરેથી નીકળતા અનેક લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
દિલ્હીમાં સવારથી વરસાદને કારણે ગાઝીપુર શાક માર્કેટમાં પણ પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ખરીદદારો અને વેચાણકર્તાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા, IMD દિલ્હીના વડા ચરણ સિંહે કહ્યું કે આગામી સપ્તાહમાં ઉત્તર અને પશ્ચિમ ભારતમાં વરસાદ પડશે. દિલ્હીમાં પણ સ્થિતિ એવી જ રહેશે. તેમણે કહ્યું, ચોમાસાની સિઝન ચાલી રહી હોવાથી સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે, પરંતુ આગામી બે દિવસમાં વધુ વરસાદ પડી શકે છે.
દિલ્હીમાં અવિરત વરસાદ વચ્ચે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા અનુસાર શનિવારે સવારે 9 વાગ્યે દિલ્હીએ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 79 રેકોર્ડ થયો જે 'સંતોષકારક શ્રેણી'માં આવે છે. 0 અને 50 ની વચ્ચેનો AQI સારો, 51 અને 100 સંતોષકારક, 101 અને 200 મધ્યમ, 201 અને 300 નબળો, 301 અને 400 અત્યંત નબળો અને 401 અને 500 ગંભીર માનવામાં આવે છે.
શનિવારે દિલ્હીમાં ભારે વરસાદને કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. IMDએ શનિવારે શહેરમાં ભારે વરસાદ માટે 'ઓરેન્જ' એલર્ટ અને રવિવારે 'યલો એલર્ટ' જારી કર્યું છે.
પીટીઆઈ અનુસાર, હવામાન વિભાગે એક ટ્વિટમાં જણાવ્યું કે, દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર) સહિત યમુનાનગર, કુરુક્ષેત્ર, કરનાલ, અસંધ, સફીદો, પાણીપત, ગોહાના, ગનૌર, મહમ, સોનીપત, રોહતક, ખરખૌદા , ભિવાની, ચરખી દાદરી, મટ્ટનહેલ ,કોસલી, સોહના, રેવાડી (હરિયાણા) ના ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.