Earthquake: નેપાળમાં ભૂકંપથી મકાનો ફેરવાયા કાટમાળમાં, 6 લોકોનાં મોત, જુઓ તસવીરો
ઈકાલે રાત્રે આવેલા ભૂકંપના જોરદાર આંચકાથી ઉત્તર ભારત હચમચી ઉઠ્યું હતું. દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેપાળમાં એપિસેન્ટર હોવાથી અહીં 6ના મોત લોકોના મોત થયા છે. (તસવીર સૌજન્યઃ ટ્વિટર)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનેપાળમાં ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા 6.3 હતી. આ તીવ્રતા ઘણી વધારે હતી. (તસવીર સૌજન્યઃ ટ્વિટર)
ભૂકંપના કારણે મકાન ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. ડોટીમાં મકાન ધરાશાયી થવાથી 6 લોકોના મોત થયાનો અહેવાલ મળી રહ્યાં છે.(તસવીર સૌજન્યઃ ટ્વિટર)
આ ભૂકંપ ગઈકાલે રાત્રે 1:57 વાગ્યે આવ્યો હતો અને નેપાળમાં આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમી નીચે હતું. ભૂકંપના કારણે ચીનની ધરતી પણ ધ્રૂજી ગઈ હતી.(તસવીર સૌજન્યઃ ટ્વિટર)
જો તમે ભૂકંપ દરમિયાન ઘરની અંદર હોવ તો જમીન પર સુઈ જાવ અને મજબૂત ટેબલ અથવા ફર્નિચરના કોઈપણ ટુકડા નીચે બેસો. જો ઘરમાં ટેબલ કે ડેસ્ક ન હોય તો, તમારા ચહેરા અને માથાને તમારા હાથથી ઢાંકીને બિલ્ડિંગના એક ખૂણામાં બેસી જાઓ. (તસવીર સૌજન્યઃ ટ્વિટર)
ભૂકંપ વખતે કાચ, બારીઓ, દરવાજા અને દિવાલોથી દૂર રહો. પડતી વસ્તુઓની આસપાસ ન રહો. (તસવીર સૌજન્યઃ ટ્વિટર)
જો તમે ઘરની બહાર હોવ તો જ્યાં છો ત્યાં જ રહો. ઈમારતો, વૃક્ષો, સ્ટ્રીટ લાઈટો અને વીજળી/ટેલિફોનના થાંભલા અને વાયરોથી દૂર રહો.(તસવીર સૌજન્યઃ ટ્વિટર)
જો તમે ખુલ્લી જગ્યાએ હોવ તો, જ્યાં સુધી ભૂકંપના આંચકા બંધ ન થાય ત્યાં સુધી ત્યાં જ રહો. (તસવીર સૌજન્યઃ ટ્વિટર)