Photos: દેશમાં 'જળ પ્રલય', તબાહીની એવી તસવીરો જેને જોયા પછી તમે કંપી જશો....
Photos: ભારતમાં મેઘો મન મુકીને વરસી રહ્યો છે, ચારેયબાજુ પાણી જ પાણી છે, ઉત્તર ભારતથી લઇને ગુજરાત અને મુંબઇ સુધી ઠેક ઠેકાણ ચોમાસાએ રમઝટ જમાવી દીધી છે. આ બધાની વચ્ચે વરસાદથી ઉત્તર ભારતના હિમાચલ અને દિલ્હી પરિસ્થિતિ સૌથી વિકટ બની ચૂકી છે. સતત વરસી રહેલા વરસાદથી યમુનાના જળસ્તર વધ્યુ છે અને આ કારણે છેલ્લા 45 વર્ષનો રેકોર્ડ પણ તૂટી ગયો છે. જુઓ અહીં દેશમાં જળ પ્રલયની રૂવાંટા ઉભા કરી દે એવી તસવીરો.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિમાચલ પ્રદેશમાં વરસાદ પછી આવેલા પૂરે દેશમાં સૌથી વધુ તબાહી મચાવી છે.
હિમાચલની બિયાસ નદીમાં આવેલા પૂર બાદ રાજ્યમાં અત્યાર સુધીમાં 88 લોકોના મોત થયા છે.
હરિયાણાની યમુનામાં 1 ક્યૂસેક પાણી છોડવાને કારણે દિલ્હીના નીચેના ભાગમાં પાણી ભરાઈ ગયા છે.
આજે સવારે (14 જુલાઈ) યમુનાનું જળસ્તર 208.46 નોંધાયું હતું, જેના કારણે રાજધાની પર પૂરનું જોખમ વધી ગયું છે.
પંજાબ અને હરિયાણામાં પણ પૂરના કારણે 21 લોકોના મોતના સમાચાર છે.
હિમાચલના કસોલમાં લગભગ 2000 પ્રવાસીઓ ફસાયેલા હોવાની માહિતી છે, જેમાંથી 40 વિદેશી છે.
સમગ્ર ઉત્તર ભારત વરસાદ અને તેના કારણે આવેલા અચાનક પૂરની ઝપેટમાં છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા છે.
દિલ્હીમાં પૂરના જોખમને ધ્યાનમાં રાખીને, યમુના નજીકની શાળાઓને સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવી છે.