Health Tips: ફળો ખાધા બાદ ક્યારે ન કરો આ 8 ભૂલો, નહિ તો શરીરને થશે ભારે નુકસાન
આપણે જાણીએ છીએ કે, ફળો સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ આહાર છે, ફળોમાં મોજૂદ મિનરલ,વિટામીન,ફાઇબર જેવા અનેક પોષક તત્વો છે. જે શરીરના હિતકારી છે પરંતુ ફળો ખાધા બાદ કેટલીક ભૂલો કરવાથી ફળોનું સેવન પણ નુકસાનકારક સાબિત થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફળો ખાધા બાદ તરત જ પાણી ન પીવું જોઇએ. ફળોમાં યીસ્ટ અને ખાંડની માત્રા વધુ હોય છે. જેનાથી એસિડિટી થાય છે. જો ફળ ખાઇને પાણી પીવાથી પેટમાં એસિડની માત્રા વધી જાય છે. જેથી ફળો ખાધા બાદ તરત જ પાણી ન પીવું જોઇએ.
ફળોમાં પાણીની માત્રા વધુ હોય છે. તેથી ફળો ખાધા બાદ પાણી પીવાથી પેટમાં પાણીની માત્રા વધી જાય છે. ફળો ખાધા બાદ પાણી પીવાથી ડાયરિયાની સમસ્યા પણ થઇ શકે છે.
આટલું જ નહીં ફળો ખાઇને પાણી પીવાથી પાચન તંત્ર નબળું થઇ જાય છે. જમવાનું પચાવતો એસિડ મંદ પડી જાય છે અને સારી રીતે પચતું નથી. આ સ્થિતિમાં ગેસ એસિડીડીની સમસ્યા વધી જાય છે.
હવે સવાલ એ થાય છે કે, ફળો ખાધાના કેટલા કલાક બાદ પાણી પીવું જોઇએ, તો હેલ્થ નિષ્ણાત કહે છે કે, ફળો ખાધાના એક કલાક બાદ પાણી પીવું જોઇએ. તેનાથી કોઇ સમસ્યા નથી થતી
જમ્યા પહેલા અને બાદ ફળોનું સેવન ન કરવું જોઇએ. જમ્યાના એક કલાક પહેલા અને જમ્યાના એક કલાક બાદ ફળો ખાઇ શકાય છે. ખાટા ફળોને ખાલી પેટ ન ખાવા જોઇએ, તેનાથી એસિડ વધે છે.
જે લોકો દહી અને દૂધ સાથે ફળો લેવાનું પસંદ કરે છે. તેમને આવું બિલકુલ ન કરવું આ આદતથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યા થઇ શકે છે.