Gandhi Jayanti 2023: ફોર્ડથી લઇને સ્ટડબેકર જેવી લક્ઝરી કારની સવારી કરતા હતા ગાંધીજી, જુઓ તસવીરો
આજે ગાંધીજીની જન્મજયંતિ પર અમે તમને એ કારની જાણકારી આપીશુ જેમાં ગાંધીજી દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવા ગયા હતા. આમાંના મોટાભાગની કાર ગાંધીજીના નજીકના લોકોની હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યાદીમાં પહેલું નામ 'ફોર્ડ મોડલ A' કન્વર્ટિબલ કારનું છે. 1940માં રામગઢ અધિવેશન દરમિયાન ગાંધીજીએ આ કારમાં સવારી કરી હતી. આ કાર રાંચીના રાય સાહેબ લક્ષ્મી નારાયણની હતી, જેમણે 1927માં પોતાના માટે ખાસ મંગાવી હતી.
બીજી લક્ઝરી કાર 'Packard 120' છે. જે 1940માં ખરીદવામાં આવી હતી. ગાંધીજીએ આ કારમાં અનેક વખત સફારી કરી હતી, આ કારના માલિક ઘનશ્યામદાસ બિરલા હતા. જે ગાંધીજીના સારા મિત્ર હતા.
ત્રીજી કાર ફોર્ડ મોડલ ટી છે. ગાંધીજીએ 1927 માં રાયબરેલી સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયા બાદ તેમા સવારી કરી હતી. તેને અનેક વખત રેલીઓમાં વિન્ટેજ કાર તરીકે જોઈ શકાય છે.
ચોથી કાર સ્ટડબેકાર પ્રેસિડેન્ટ છે.આ કારનો ઉપયોગ ગાંધીજીના કર્ણાટક પ્રવાસ દરમિયાન કરવામાં આવ્યો હતો, જે તે સમયનો ખૂબ જ મહત્વપૂર્ણ પ્રવાસ હતો. 1926-33 દરમિયાન બનેલી આ કાર 90ના દાયકાની પ્રખ્યાત કારોમાંની એક હતી.