Health Tips: રાત્રે ભોજન બાદ ગેસની સમસ્યા થાય છે? જાણો તેના કારણો અને ઉપાય
કેટલાક લોકો સૂતા પહેલા ગેસની સમસ્યાથી પરેશાન હોય છે. ગેસ અને પેટના ભારેપણાના કારણે ઊંઘ પણ સારી રીતે નથી આવતી. મોટા ભાગના લોકોને રાત્રે જમ્યા બાદ ગેસ થાય છે. ગેસના કારણે પેટ ફુલી જવું, માથામાં દુખાવો, પેટમાં, છાતીમાં દુખાવો જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશરીરમાં ગેસ બનવો સામાન્ય બાબત છે. ખાવાનું પચાવવાા માટે સ્વસ્થ બેકટરિયા આપણા શરીરમાં ગેસ બનાવે છે. જેમાંથી કેટલાક બેક્ટરિયા અવશોષિત કરે છે. તો કેટલા શરીરમાં રિલિઝ થઇ જાય છે. ખાવાનું પચાવવા સુધીમાં પેટમાં ગેસ ઝડપથી બને છે. જો આપે કોઇ હેવી ફૂડ લીધું હશે તો ખાવાનુ પચાવવામાં સમય લાગે છે. જો આપ રાત્રે વધુ હેવી ફૂડ લે છો અથવા તો ઓવરઇટિંગ કરતા હો તો પણ આ સમસ્યા થઇ શકે છે.
ખાવાનું પચાવવા માટે પાચનતંત્રને ત્રણ કલાકનો સમય લાગે છે. સૂતા પહેલાના ત્રણ કલાક પહેલા જમી લેવું જોઇએ.રાત્રે સુપાચ્ય અને હળવું ભોજન કરવું જોઇએ. રાત્રે હાઇ ફાઇબર ફૂડ લેતા બચવું જોઇએ. જે પચવા માટે વધુ સમય લે છે.
ડિનરમાં બીન્સ, મટર, ફળ, સબ્જી, સાબૂત અનાજ લેવાનું ટાળવું જોઇએ તેમજ રાત્રે જમ્યા બાદ 20થી 30 મિનિટ ટહેલવું જોઇએ. ઉપરાંત દિવસમાં ખૂબ પાણી પીવું જોઇએ. દિવસમાં 10થી12 ગ્લાસ પાણી પીવું જોઇએ.
બંને સમયના ભોજનનની વચ્ચે યોગ્ય અંતર હોવું જોઇએ. બંને મીલ વચ્ચે વધુ કે ઓછું અંતર રાખવાથી પણ ગેસની સમસ્યા થાય છે. બંને મીલ વચ્ચે જો વધું અંતર હોય તોવચ્ચે કંઇક હેલ્થી ખાતા રહેવું જોઇએ.