કોરોનાના 2 વર્ષ બાદ હોળીના રંગો પરત આવ્યા, તસવીરોમાં જુઓ દેશના નેતા અને જનતાની હોળીની ઉજવણી
મુંબઈમાં લોકોએ બોલીવુડના પ્રખ્યાત હોળીના ગીત 'રંગ બરસે' પર ડાન્સ કરીને હોળીના રંગો એકબીજાને લગાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપશ્ચિમ બંગાળમાં લોકો ડોલ જાત્રાની ઉજવણી કરી હતી અને એક બીજાને રંગો લગાવ્યા હતા. કોલકાતામાં કોરોનાને ભુલીને ખુલ્લા મનથી લોકોએ હોળીની ઉજવણી કરી હતી.
છેલ્લા બે વર્ષથી લોકો હોળીના તહેવાર પર ઘરમાં પુરાઈ રહ્યા હતા અને હોળીની ઉજવણી નહોતી કરી શક્યા. આ ફોટો જમ્મુ કાશ્મીરનો છે જ્યાં લોકોએ રંગોની છોળો ઉડાવીને હોળીની ઉજવણી કરી હતી.
ગઈકાલે રાજકોટમાં પરંપરા પ્રમાણે રણછોડ નગરમાં હોલીકા દહન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પોતાના નિવાસસ્થાને આજે હોળીના તહેવારની ઉજવણી કરી હતી.
મુખ્તાર અબ્બાસ નકવીએ ઢોલ વગાડીને અને રંગો લગાવીને હોળીની ઉજવણી કરી હતી.
અગરતલામાં બાંગ્લાદેશના બોર્ડર ગાર્ડ અને ભારતના બીએસએફના જવાનોએ સાથે મળીને હોળીના તહેવારની ઉજવણી કરી હતી અને એકબીજાને રંગ લગાવ્યા હતા.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને તેમની ધર્મપત્નીએ પોતાના સમર્થકો સાથે ભોપાલમાં હોળીનો તહેવાર ઉજવ્યો હતો.
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનથા સિંહે આજે સવારે દિલ્લીમાં પોતાના નિવાસસ્થાને હોળીના તહેવારની ઉજવણી કરી હતી.
બે વર્ષના કોરોના કાળ બાદ આ વર્ષે હોળીની ઉજવણી ધૂમધામથી થઈ રહી છે. લોકો આ વર્ષો કોઈ મોટા નિયંત્રણો વગર મોકળા મને હોળી-ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે.
આ વર્ષની હોળીની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને રંગો અને પાણીથી હોળી રમ્યા હતા. ગુવાહાટીમાં વિદ્યાર્થીઓ પોતાના મિત્રો સાથે રંગ લગાવીને હોળી ઉજવતા નજરે પડ્યા હતા.
કોલકાતામાં વિદ્યાર્થીઓએ બસંત ઉત્સવ પર ડાન્સ પર્ફોરમન્સ રજુ કર્યુ હતું. (All Image From PTI Photo)