Health Tips: કોરોના બાદ જલ્દી રિકવર થવા માટે ડાયટમાં સામલે કરો આ ફૂડ
જો આપ કોરોના સંક્રમિત હો તો આહાર શૈલી પર ધ્યાન આપવું જરૂરી છે. આ બીમારીમાં શરીર નબળુ પડી જાય છે. કોવિડ બાદ ઝડપથી રિકવર થવા માટે આપે ડાયટમાં આ વસ્તુને અવશ્ય સામેલ કરો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફાઇબર: ડાયટમાં ફાઇબર ફૂડને સામેલ કરો. રાગી અને ઓટમીલ લઇ શકાય. ફાઇબર ફૂડમાં વિટામીન-ડી અને કાર્બ્સ હોય છે. જે જલ્દી પચી જાય છે
ખીચડી: ડોક્ટર દર્દીને ખીચડી ખાવાની સલાહ આપે છે. દાળ, ચોખાની સાથે શાક મિક્સ કરીને હેલ્થી ખીચડી બનાવો. જે સ્વાસ્થ્યપ્રદ છે. તે સુપરફૂડ છે. દિવસમાં એક સમય ખીચડી ખાવી જોઇએ.
પાણી: પાણી શરીરના ટોક્સિનને બહાર કાઢે છે. તેથી ભરપૂર માત્રામાં પાણી પીઓ ઉપરાંત આપ ગ્રીન ટી પણ લઇ શકો છો. પાણીવાળા ફ્રૂટને ડાયટમાં સામેલ કરો.
ડ્રાય ફ્રૂટ સીડસ: ડાયટમાં સૂકા મેવા ડ્રાયફ્રૂટને સામેલ કરો. ડ્રાય ફ્રૂટ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. ડાયટમાં સીડસને પણ સામેલ કરી શકાય.
જંકફૂડ: પેકટમાં બંધ આવતા ફૂડને અવોઇડ કરો. પ્રિઝર્વ્ડ ફૂડ પ્રોસેસ ફૂડ ન લો. ઘરનું બનાવેલું તાજુ ફૂડ લો. તાજા ફળો અને ગ્રીન વેજિટેબલને ડાયટમાં સામેલ કરો