બાળકોના શરીરમાં જો આ લક્ષણો દેખાયા તો તરત કરાવો કોરોનાનો ટેસ્ટ, નવો સ્ટ્રેન આ કારણે બાળકને કરી રહ્યો છે સંક્રમિત
કોરોનાએ હાલ આખી દુનિયાને ભરડામાં લીઘી છે. સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. બીજી લહેરમાં બાળકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે.જે ચિંતાના વિષય બન્યો છે. કયા કારણે બીજી સ્ટ્રેન બાળકો માટે ઘાતક બની રહી છે, જાણીએ..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાની પહેલી લહેર વૃદ્ધો માટે વધુ ઘાતક હતી. આ લહેરમાં બાળકો પણ સંક્રમિત થતાં ખાસ કરીને પેરેન્ટસની ચિંતામાં વધારો થયો છે. આ મામલે એક્સપર્ટે પોતાના તારણો રજૂ કર્યાં છે.
એક્સપર્ટના મત મુજબ બાળકોની કોશિકામાં જે રિસ્પેટર હોય છે. કોરોના તેને સરળતાથી કેચ નથી કરતો. જો કે હવે વયસ્કને રસી લાગ્યા બાદ આ વાયરસ મ્યૂટેટ કરી રહ્યો છે અને તે સીધો બાળકોને સંક્રમિત કરી રહ્યો છે.
નિષણાતના મત મુજબ બાળકોની રસી બની ન હોવાથી તે બાળકો તરફ મ્યૂટેટ થઇ રહ્યો છે. બાળકોના સંક્રમણ લાગે તો કેટલાક ખાસ લક્ષણો જોવા મળે છે.
બાળકોમાં તાવ, ત્વચા પર ચકમા, આંખો લાલ થવી, પેટમાં દુખાવો, થાક લાગવો, વધુ ઊંઘ આવવી, આ તમામ લક્ષણો દેખાય તો બાળકોનો વિલંબ કર્યાં વિના કોરોના ટેસ્ટ કરાવવો