Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પંજાબ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ મુશળધાર વરસાદ થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, બિહાર, ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવા અને દક્ષિણ ભારતીય રાજ્યો આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો.
હિમાચલમાં ચોમાસાની શરૂઆતમાં ભારે વરસાદને કારણે મુશ્કેલીઓ વધી છે. કાંગડા જિલ્લાના જવાલીના દેહર ખાડમાં બકરીઓ ચરાવીને પરત ફરી રહેલા એક વ્યક્તિએ પાણીના પ્રવાહને કારણે જીવ ગુમાવ્યો હતો.હવામાન વિભાગે રવિવારે હળવા વરસાદ માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે.
આસામમાં પૂર અને વરસાદથી સામાન્ય લોકોની સાથે જંગલી પ્રાણીઓ પણ પ્રભાવિત થયા છે. રાજ્યના 30 જિલ્લામાં પૂરના કારણે 24.50 લાખથી વધુ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે અત્યાર સુધીમાં વરસાદ, પૂર અને વીજળીના કારણે 66 લોકોએ જીવ ગુમાવ્યા છે અને ત્રણ લોકો લાપતા છે. ડિબ્રુગઢ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. મોટી સંખ્યામાં લોકો રાહત શિબિરોમાં આશરો લઈ રહ્યા છે. કાઝીરંગા નેશનલ પાર્ક સંપૂર્ણપણે પૂરની ઝપેટમાં છે. 114 વન્ય પ્રાણીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજ્યમાં વીજળી પડવાથી નવ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી જહાનાબાદમાં 3, મધેપુરામાં 2, પૂર્વ ચંપારણમાં 1, રોહતાસમાં 1, સારણમાં 1 અને સુપૌલમાં 1 વ્યક્તિનું મોત થયું છે. મુખ્યમંત્રીએ મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા ગ્રાન્ટ આપવાનો નિર્દેશ આપ્યો છે.
કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં ભારે વરસાદને કારણે આંગણવાડીઓ, શાળાઓ અને પ્રી-યુનિવર્સિટી કોલેજોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. માછીમારોને પણ દરિયાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. વરસાદને કારણે દરિયો પણ ઉબડખાબડ બની ગયો છે અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે.
તમામ તસવીર સૌજન્યઃ પીટીઆઈ