Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Himachal Pradesh Weather: હિમાચલ પ્રદેશની આ ડરામણી તસવીરો જોઈ યાદ આવી જશે કેદારનાથની તબાહી
તે સમયે પણ નદીઓ પોતાના વહેણમાં બધું જ વહાવી ગઈ હતી અને આજે હિમાચલ પ્રદેશમાં પણ એવું જ થઈ રહ્યું છે. લાગે છે કે કુદરત પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે અને માણસ તેની સામે લાચાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા ત્રણ-ચાર દિવસથી ઉત્તર ભારતમાં ચોમાસાના વરસાદે તબાહી મચાવી છે. પરંતુ સૌથી ખરાબ સ્થિતિ હિમાચલ પ્રદેશમાં છે. અનાજના વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં નદીઓ ગાંડીતૂર બની છે અને તેના વહેણમાં બધું જ વહાવી રહી છે.
હિમાચલ પ્રદેશમાંથી જે તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે તે જોઈને કેદારનાથ પ્રલયની યાદ આવી જાય છે.
સોમવારે મુખ્યમંત્રી સુખવિંદર સુખુએ હેલ્પલાઈન નંબર જારી કર્યા અને લોકોને ઘરની અંદર રહેવા કહ્યું. CM સુખવિંદર સુખુએ કહ્યું કે આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે અને લોકોએ શક્ય તેટલું ઘરની અંદર રહેવું જોઈએ.
મુખ્યમંત્રી સુખવિંદર સુખુએ કહ્યું કે હિમાચલ પ્રદેશમાં છેલ્લા 50 વર્ષમાં વરસાદનું આટલું ભયાનક સ્વરૂપ જોવા મળ્યું નથી
નદીઓમાં પાણીનું સ્તર વધવાને કારણે આવેલા પૂરને કારણે શિમલા-ચંદીગઢ હાઈવે પણ બંધ થઈ ગયો છે