Politicians Hobbies: કોઇને પેઇન્ટિંગનો તો કોઇને ક્રિકેટનો છે શોખ, જાણો નેતાઓના શોખ
પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સતત ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. આ અગાઉ તેઓ કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા છે. રાજનીતિ સિવાય મમતા બેનર્જીને કવિતાઓ લખવાનો અને પેઇન્ટિંગનો શોખ છે. તે ખૂબ સારું ચિત્ર દોરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિવસેનાના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને રાજનીતિ વારસામાં મળી છે. રાજનીતિથી અલગ તેઓને ફોટોગ્રાફીનો શોખ છે. તેમના વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી અનેકવાર ચર્ચામાં રહી છે.
કેન્દ્ર સરકારમાં મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કોગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા હતા. સિંધિયાને ક્રિકેટનો શોખ છે. તે ખૂબ સારું ક્રિકેટ રમી શકે છે.
હેમા માલિની એક્ટ્રેસમાંથી નેતા બન્યા છે. તે સતત બે વખત લોકસભાના સાંસદ છે. તેમને ડાન્સનો શોખ છે. તેઓ પારંપરિક નૃત્યોમાં પારંગત છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે પોતાના ભાષણોના કારણે ચર્ચામાં રહેતા હોય છે. તેઓને ખૂબ સારા કાર્ટુન બનાવવાનો શોખ છે. તેઓ એક સારા કાર્ટૂનિસ્ટ છે.