કેટલુ ભણેલા છે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, ડિટેલ આવી સામે
Rajasthan CM: રાજસ્થાનના નવા મુખ્યમંત્રીનો ચહેરો સ્પષ્ટ થઈ ગયો છે. રાજસ્થાનને તેના નવા મુખ્યમંત્રી મળ્યા છે. ભાજપે રાજસ્થાનના નવા સીએમ તરીકે ભજનલાલ શર્માને ફાઈનલ કરી દીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભજનલાલ શર્મા હવે રાજસ્થાનના નવા સીએમ બનશે. સાંગાનેરના ધારાસભ્ય ભજનલાલ શર્મા બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. આજે આ સમાચાર દ્વારા અમે તમને જણાવીશું કે રાજસ્થાનના નવા સીએમ ભજનલાલ શર્મા કેટલા ભણેલા છે.
રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પોસ્ટ ગ્રેજ્યુએટ છે. સાંગાનેરના ધારાસભ્ય ભજનલાલ શર્મા પોલિટિક્સમાં અનુસ્નાતક છે. તેમણે પોતાની હાઈસ્કૂલ સરકારી માધ્યમિક શાળા ગગવાના, જિલ્લા ભરતપુરમાંથી પૂર્ણ કરી.
બાદમાં તેમણે એમએસજે કોલેજમાંથી બીએની ડિગ્રી મેળવી, ત્યારબાદ તેમણે પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.
જણાવી દઈએ કે ભજનલાલ શર્મા ભરતપુર જિલ્લાના રહેવાસી છે. ભજનલાલ શર્મા 56 વર્ષના છે.
રાજ્યના નવા સીએમ ભજનલાલ શર્મા સાંગાનેર વિધાનસભા સીટથી ધારાસભ્ય છે અને ખાસ વાત એ છે કે તેઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા છે.
ભજનલાલ શર્મા ભારતીય જનતા પાર્ટીના રાજસ્થાન પ્રદેશ મહામંત્રી છે.