આપનું વજન આપની ઉંમર અને હાઇટ મુજબ કેટલું હોવું જોઇએ? એપલ ટાઇપ ઓબેસિટી શું છે
આજની આપની જીવન અને આહાર શૈલીના કારણે મેદસ્વીતા એક સામાન્ય સમસ્યા બની ગઇ છે. જો વધતા જતાં વજન પર ધ્યાન ન આપવામાં આવે તો તે અનેક બીમારીનું કારણ બની છે. મેદસ્વીતાને કારણે ડાયાબિટીસ,હાર્ટ ડીસીઝ, હાઇ બ્લડપ્રેશર,કેટલાક પ્રકારનના કેન્સર પણ થઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશરીરના અનુપાત મુજબ જો આપનું વજન 20% વધુ હોય તો તેને મેદસ્વીતા કહી શકાય.એક વેલ્યું હોય છે BMI જેને બોડી માસ ઇન્ડેકસ કહે છે. જેમાં આપની હાઇટ મુજબ વજન હોવું જોઇએ. સામાન્ય રીતે આપનું BMI 22થી 23 હોવું જોઇએ. જો BMI 30થી વધુ હોય તો તેને મેદસ્વીતા કહે છે. 35થી 40 હોય તો તેને વધુ મેદસ્વીતાની સ્થિતિ કહે છે અને જો 40થી વધુ તો તેને મોરબીડ ઓબેસિટીી કહે છે. આ સ્થિતિમાં બીમારીઓનું વધુ જોખમ રહે છે.
ઓબેસિટીના પણ પ્રકાર છે. એક છે.. એપલ ટાઇપ ઓબેસિટી, જેમાં કમર પર વધુ ફેટ હોય છે . જે વધુ ચિંતાજનક હોય છે. કારણ કે આ પ્રકારની ઓબેસિટી હાર્ટની બીમારી, ડાયાબિટીસ, કેન્સર માટે વધુ કારણભૂત બની શકે છે. BMI મુજબ આપની હાઇટ 6 ફૂટ હોય તો આપની કમર 36 ઇંચથી ઓછી હોવી જોઇએ. જો હાઇટ 5 ફૂટ તો કમર 30 ફૂટની હોવી જોઇએ.. તો આપની જે ઉંમર અને હાઇટના મુજબ જે આઇડિઅલ વેઇટ છે. જેના જાળવી રાખવા માટે સભાન રહેવંું જોઇએ નહીં તો મેદસ્વીતા પણ અનેક બીમારીનું કારણ બને છે.